Ria Sushant

મીડિયાકર્મીઓ સામે ફૂટ્યો રિયાનો ગુસ્સો,નોંધાવી પોલીસ ફરિયાદ

Ria Sushant

અહેવાલ: હેમાલી ભટ્ટ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ મીડિયાકર્મીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના ઘરની બહાર એકઠા થઇ રહેલા મીડિયાકર્મીઓથી રિયા પરેશાન છે, અને આને લઇને આ પગલુ ભર્યુ છે.રિયાએ મુંબઇ પોલીસને ફરિયાદમાં કહ્યું કે –મીડિયા તેના રસ્તામાં અડચણ ઉભી કરે છે અને તેથી તેની પોતાના ઘરે જવામાં પણ તકલીફ પડે છે.મીડિયાના કર્મચારીઓ બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને કામ કરે.

સીબીઆઇએ સોમવારે રિયા સાથે લગભગ નવ કલાક પુછપરછ કરી, જ્યારે રિયા બહાર નીકળી તો તેની ગાડીની સામે મીડિયાકર્મીઓ તેને પુછવામાં માટે આવી ગયા. આવુ જ કંઇક તેના ઘરની બહાર પણ જોવા મળ્યુ હતુ.આ બધુ જોઇને તે સીધી સાન્ટાક્રૂઝ પોલીસ સ્ટેશન ગઇ હતી. અને મીડિયાકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.