POlice YOga 2

ખેડા જિલ્લા પોલીસનો પ્રોજેક્ટ યોગપ્રહરી પાંચમા તબકકામાં પ્રવેશ્યો

જિલ્લા પોલીસ અધિક્ષક નો નવતર અભિનવ પ્રયોગ

પ્રોજેક્ટ યોગ પ્રહરી તા. ૭ સપ્ટેમ્બરથી વધુ ૧૦૦ દિવસ માટે લોંચ કરવામાં આવશે


૦૧ સપ્ટેમ્બર,ખેડા જિલ્લા પોલીસ ટીમના અધિકારીઓ કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને કોવિડ -૧૯ મહામારી સામે લડવા એક નવતર અભિનવ પ્રયોગના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્ર દ્વારા પ્રોજેકટ યોગપ્રહરી મે- ૨૦૨૦ થી શરૂ કરવામાં આવ્યો હતો . આ પ્રોજેક્ટની શરૂઆતમાં દરરોજ ૧૦ મિનિટ માટે યોગીક શ્વાસોચ્છવાસ લેવાની કવાયત એટલે કે પ્રાણાયામ ” એકપણ દિવસ ચુક્યા વિના કરવાનો પડકાર હતો જેના ચાર તબક્કા સફળતાપુર્વક પૂર્ણ થયા છે. પ્રોજેક્ટ યોગપ્રહરીની ઉત્તરોત્તર સફળતાને ધ્યાને રાખી તથા કોરોના સંક્રમણની ગંભીરતા સમજી આ મુશ્કેલ સમયમાં પોલીસ અધિકારી કર્મચારીઓને ફીટ રાખવા માટે પ્રોજેક્ટ યોગપ્રહરી -૫ તા. ૭/૯/૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦ સુધી વધુ ૧૦૦ દિવસ માટે લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્ર એ જણાવ્યું કે પ્રોજેક્ટ યોગપ્રહરી -૧ માં ખેડા જિલ્લા પોલીસના કુલ -૩૬ અધિકારીઓએ મે માસમાં ૨૧ દિવસના પડકારમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઇ અને ચાર અધિકારીઓએ ખુબ જ રસ દાખવી આ પડકાર ૧૦૦ ટકા સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો જ્યારે ૧૦ અધિકારીઓએ ૭પ ટકા ઉપરાંત દિવસો પ્રાણાયામ કરવામાં સફળ રહ્યા હતા.
ત્યારબાદ આ પ્રોજેકટ જૂન માસમાં ૩૦ દિવસ માટે અમલમાં મુકવામાં આવ્યો જેમાં ખેડા પોલીસ ટીમના કુલ પ૨૦ પોલીસ અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો અને તેમાંથી ૧૭ અધિકારી કર્મચારીનઓએ આ પડકાર ૧૦૦ ટકા સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને અન્ય ૬૪ અધિકારી / કર્મચારીઓએ ૭૫ ટકા ઉપરાંત દિવસો પ્રાણાયમ કરવામાં સફળ રહ્યા હતા.

પ્રોજેક્ટ યોગપ્રહરી -૩ જુલાઈ માસમાં ૨૧ દિવસ માટે શરૂ કરવામાં આવ્યો જેમાં કુલ ૭૨૧ પોલીસ અધિકારી કર્મચારીઓએ સ્વેચ્છા એ જોડાયા અને ૧૨૫ અધિકારી કર્મચારીઓએ ૧૦૦ ટકા સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને અન્ય ૨૦૭ અધિકારી / કર્મચારીઓએ ૭૫ ટકા ઉપરાંત દિવસો પ્રાણાયામ કરવામાં સફળ રહ્યા હતા. પ્રોજેક્ટ યોગપ્રહરી -૪ ઓગસ્ટ માસમાં ૩૧ દિવસ માટે શરૂ કરવામાં આવ્યો જેમાં કુલ ૧૨૭૬ પોલીસ અધિકારી કર્મચારીઓએ સ્વેચ્છાથી જોડાયા જેમાં કુલ ૬૬૬ અધિકારી કર્મચારીઓ ૭૫ ટકા ઉપરાંત દિવસો પ્રાણાયામ કરવામાં સફળ રહ્યા જે પૈકી ૨૮૦ અધિકારી કર્મચારીઓએ ૧૦૦ ટકા સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્ર એ પ્રોજેક્ટ યોગપ્રહરી – પ માં વધુ ઉત્સાહ સાથે ભાગ લેવા પોલીસ અધિકારી કર્મચારીઓને અનુરોધ કર્યો છે.તેમણે જણાવ્યું કે આ બહુ મોટો પડકાર છે, પરંતુ ઈચ્છાશક્તિ અને ખંતથી જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકય છે એવા આત્મવિશ્વાસ સાથે આ વિકટ પરિસ્થતિ અને ૨૪x૭ ની ફરજ સાથે ખેડા જિલ્લા પોલીસ ટીમના અધિકારી કર્મચારીઓ તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ માટે વિશેષ પ્રશંસાને પાત્ર છે.ખેડા જિલ્લા પોલીસ પોતાની તમામ શક્તિ અને ઉત્સાહથી ખેડા જિલ્લાના નાગરિકોની સેવા સુરક્ષા કરવા માટે કટિબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

Banner Still Guj