Amitabh car

અમિતાભ બચ્ચને ખરીદી S Class Merc કાર,કારની કિંમત જાણી થઈ જશો હેરાન

અહેવાલ: હેમાલી ભટ્ટ

કોરોનાને માત આપનારા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના કામ પર વાપસી કરી છે અને કૌન બનેગા કરોડપતિની શૂટ શરૂ કરી છે.આ વચ્ચે બચ્ચન પરિવારમાં એક નવી કારની એન્ટ્રી થઈ છે.આ કાર તાજેતરમાં જ ભારતમાં લોંચ થઈ છે,જો કારની કિંમતની વાત કરીએ તો એક કરોડ 38 લાખ રૂપિયા કિંમત છે.આ કારનું રજિસ્ટ્રેશન અમિતાભ બચ્ચને પોતાના નામે કરાવ્યું છે.બચ્ચન પરિવાર પાસે રોલ્સરૉય જેવી અનેક શાનદાર લગ્ઝરી કાર છે. જેમા હવે એક નવી કાર ઉમેરાય છે.અમિતાભ બચ્ચનની અન્ય કારની જેમ આ કારના નંબરનો ટોટલ પણ 11 છે,બીગબીની જન્મ તારીખ 11 ઓક્ટોબર છે એટલા માટે તેઓ પોતાના માટે 11 નંબરને ભાગ્યશાળી માને છે.