Ria Arrest

ડ્રગ્સ કેસમાં NCBએ કરી રિયા ચક્રવર્તીની ધરપકડ,ક્લિક કરી જાણો સમગ્ર વિગત

Ria Arrest

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૮ સપ્ટેમ્બર:સુશાંતસિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં સતત ત્રણ દિવસની પુછપરછ બાદ NCBએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી.તપાસ એજન્સીને મોબાઇલ ફોન ચેટ રેકોર્ડ તેમજ ઇલેક્ટ્રૉનિક ડેટા મળ્યા હતા, આ પહેલા એનસીબીની પુછપરછમાં રિયાએ સ્વીકાર્યુ હતું કે સુશાંત સાથે તે પણ ડ્રગ્સ લેતી હતી.જો કે અગાઉ રિયાએ ડ્રગ્સ લેવાનો સ્પષ્ટ ઇનકાર પણ કર્યો હતો. પણ જ્યારે તેનો સામનો તેના ભાઈ શૌવિક સાથે થયો,ત્યારે તેણે કબુલ્યુ કે તે પોતે પણ ડ્રગ્સ લેતી હતી. રિયાએ ડ્રગ્સ કેસમાં બૉલીવુડના કેટલાક નામોનો પણ ખુલાસો કર્યો છે. એનસીબી ટૂંક સમયમાં બૉલીવુડના કલાકારો ને સમન્સ મોકલી શકે છે.