Jaya Bachchan

સંસદમાં જયા બચ્ચન- રવિ કિશન સામસામે, જયા બચ્ચને શું આપ્યુ નિવેદન?

Ravi Kishan Jaya

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૫ સપ્ટેમ્બર:સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાના કથિત ષડયંત્રને લઈને રાજ્યસભામાં શૂન્યકાળ નોટિસ આપી . જયા બચ્ચને કહ્યું- બોલીવુડમાં કામ કરનારા જ તેને ગટર કહી રહ્યા છે, તેમને સરકાર પાસે સમર્થન માગ્યુ અને કહ્યું કે લોકો આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે જે ખુબ જ શરમજનક છે. તેમણે સાથે જ કહ્યું કે કેટલાક લોકોની છબીને કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીને બદનામ કરવી યોગ્ય નથી. રવિ કિશનનું નામ લીધા વગર જયા બચ્ચને વાર કર્યો કે જે લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે તે લોકો જ તેની વિરુદ્ધ બોલી રહ્યા છે. તમે જે થાળીમાં ખાવ છો,તેમા જ છેદ કરો છો.

Jaya Bachchan

સોમવારે ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલીવુડનો મુદ્દો કનેક્શન મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે પાડોશી દેશમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે,આ દેશના યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, રવિ કિશને માગ કરી કે આ મામલામાં આકરી કાર્યવાહી થવી જોઈએ.રવિ કિશનના નિવેદનનો વિરોધ જયા બચ્ચને સંસદમાં કર્યો.

loading…