Kangana Jaya

જયા બચ્ચનના નિવેદન પર કંગનાનો વળતો જવાબ, જાણો શું જવાબ આપ્યો કંગનાએ?

Kangana Jaya

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૫ સપ્ટેમ્બર:રાજ્યસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે જયા બચ્ચને ડ્રગ્સ અને બોલીવુડ મામલે નિવેદન આપ્યું. ત્યાર બાદ રવિ કિશન અને અભિનેત્રી કંગના રનૌત સતત વિરોધ કરી રહ્યા છે. કંગનાએ જયા બચ્ચન પર શાબ્દિક પ્રહાર કર્યુો. તેણે ટ્વીટર પર અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનનું નામ લઈને નિવેદન આપ્યુ કે- જયાજી, જો તમારી દીકરી શ્વેતાને મારી જેમ કિશોરાવસ્થામાં જ માર મારવામાં આવે, ડ્રગ્સ આપવામાં આવ્યા હોત તો પણ તમે આવી જ રીતે બોલીવુડનું સમર્થન કરત?જો અભિષેક બચ્ચનનું સતત શોષણ અને ધમકીઓ આપવામાં આવે

loading…

અને એક દિવસ તેને ફાંસીએ લટકેલો જોવત તો પણ તમે આમ જ જવાબ આપત?થોડી હમદર્દી અમને પણ આપો.જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતુ કે –સાંસદ સભ્યએ લોકસભામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ જે કહ્યું તે શરમજનક છે. હું કોઈનું નામ નથી લઈ રહી. તે ખુદ પણ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કરો છે.મારે કહેવું પડી રહ્યું છે કે, ઈન્ડસ્ટ્રીને સરકારની સુરક્ષા અને સમર્થનની જરૂર છે.કંગનાએ સુશાંત કેસમાં ડ્રગ મામલાને લઈ ખુલાસો કરતા કહ્યું હતું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 99 ટકા લોકો ડ્રગનો ઉપયોગ કરે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગટર બની ગઈ છે.

Kangana On Jaya