યુકેથી પરત આવેલા મુસાફરોના 6 સેમ્પલમાં યુકેમાં મળી આવેલા નવા વેરિઅન્ટના વાયરસથી દર્દી પોઝિટીવ થયા હોવાનું મળી આવ્યું

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા SARS-CoV-2ના મ્યૂટન્ટ વેરિઅન્ટની જીનોમ શ્રૃંખલાના પ્રારંભિક પરિણામો જાહેર કરવામાં આવ્યા 29 DEC 2020 by PIB Ahmedabad: ભારત સરકારે યુકેમાંથી SARS- CoV-2 વાયરસના  મ્યૂટન્ટ વેરિઅન્ટ આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં લઇને સક્રિયતા દાખવી છે અને આ મ્યૂટન્ટ વેરિઅન્ટને શોધી કાઢવા તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે પૂર્વ સક્રિય અને નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ વ્યૂહનીતિમાં નીચે ઉલ્લેખ કરેલા પગલાં સામેલ છે, જોકે તે માત્ર આટલા જ મર્યાદિત નથી :- યુકેથી આવી રહેલી તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી 23 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી હંગામી ધોરણે રદ કરવામાં આવી છે. યુકેથી પરત આવી રહેલા તમામ મુસાફરોનું ફરજિયાત RT-PCR પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યુકેથી પરત આવેલા જે પ્રવાસીઓમાં RT-PCR પરીક્ષણનો રિપોર્ટ પોઝિટીવ આવે તેમના નમૂનાની 10 સરકારી લેબોરેટરી એટલે કે INSACOGની કન્સોર્ટિયમ દ્વારા જીનોમ શ્રૃંખલા કરવામાં આવે છે. પરીક્ષણ, સારવાર, દેખરેખ અને કન્ટેઇન્મેન્ટની વ્યૂહનીતિ અંગે વિચાર કરવા અને ભલામણ કરવા માટે 26 ડિસેમ્બર 2020ના રોજ કોવિડ-19 માટેની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ (NTF)ની બેઠક યોજવામાં આવી હતી. SARS-CoV-2ના મૂટન્ટ વેરિઅન્ટને નિયંત્રણમાં લેવા માટે 22 ડિસેમ્બર 2020ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અનુપાલન કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે. … Read More