રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત

રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત ઘર નિર્માણની રાજ્ય સરકારની નેમ: ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા કમળાપુર ખાતે રૂ. ૧૮ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ઘરને ખુલ્લું મુકતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા … Read More

કોરોનાસે ડરનેકી કોઈ જરૂરત નહી, ઈસ આફતસે સજાગ હોકે નિપટના હૈ !

‘‘કોરોનાસે ડરનેકી કોઈ જરૂરત નહી, ઈસ આફતસે સજાગ હોકે નિપટના હૈ ! ’’રાજકોટના ‘‘ગુરૂ જો દર’’ ના સાંઈ ભરતલાલનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: રાજકોટના ‘‘ ગુરૂ જો દર … Read More

સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર જેવી નાની-નાની સંભાળ આપણને કોરોનાથી બચાવશે

BCCI ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૩ ઓક્ટોબર: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવીડ – ૧૯ ના સંક્રમણના સમયમાં રાજકોટના લોકોને કોરોનાના ભયમાંથી બહાર આવવાનો પ્રેરક … Read More

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે કતારબંધ વાહનોમાં થઇ રહેલી જણસોની મબલખ આવક

૫૦૦ કવીન્ટલ ઘઉં, ૩૦૦ કવીન્ટલ મગફળી અને ૨૦૦૦ કવીન્ટલ બી.ટી. કપાસ સહિત કુલ ૫૬૬૮ કવીન્ટલ જણસોનો જથ્થાની આવક  અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી … Read More

કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું

આપણે S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના … Read More

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે,જેના કારણે લોકો વધુ ગભરામણ અનુભવે છેરાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડો. એન. જે. મેઘાણીનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૦ઓક્ટોબર:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના સંક્રમણને કારણે લોકો ભય પામી રહયાં છે, તેવા સમયમાં રાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડોકટર એન. જે. મેઘાણી રાજકોટવાસીઓને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, અત્યારે આપણે કોરોનાના ભયથી ફફડી રહયાં છીએ પરંતુ આપણે ૧ ટકો પણ ગભરાવાની જરૂર નથી. જેમ આપણને ભૂતકાળમાં શરદી – તાવ આવતા અને તેની સારવાર બાદ આપણે સ્વસ્થ થઈ જતાં તેવી જ રીતે કોરોના સંક્રમિત થયા બાદ આપણે ઘરમાં જ રહીને, જરૂરી સારવાર કરવાથી કોરોનાથી મૂકત થઈ શકીએ છીએ.  કોરોનાથી તમે જેટલા બીવો છો, ગભરાવ છો, તેના કારણે તમારા શરીરમાં પિત્ત  અને વાયુનું પ્રમાણ વધે છે. અને વાયુના કારણે તમને વધુ ગભરામણ થાય છે. એટલે આ સમયમાં કોઈપણ પ્રકારનો ગભરાટ ન આવે તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ. હાલના સમયમાં આપણને સાંભળવા મળતી બીન જરૂરી વાતો, અફવાઓથી ડરો નહી, પરંતુ જે લોકો પાસે સાચું જ્ઞાન છે, તેમની સાથે તમારા વિચારો શેર કરો. જેથી તમને સાચી માહિતી મળશે અને તમારો ડર દૂર થશે. જો ૮૦ વર્ષના વૃધ્ધજન પણ કોરોના મૂક્ત બની શકતા હોય તો બીજા લોકોને તો ક્યાં મુશ્કેલી પડવાની છે. આપણે ભયમાંથી મૂકત બની અન્યોને ભયમૂકત રહેવાની પ્રેરણા આપવી પડશે. કોરોનાના આ સમયમાં જે વ્યક્તિને અન્ય રોગ – બિમારી હોય તેવા લોકોને જ થોડી તકલીફ પડતી હોય છે. અને એટલે જ આ બાબતની ચિંતામાંથી મૂક્ત બનીએ. આપણે અત્યાર સુધીમાં અનેક વાયરસ, રોગ – બિમારી સામે લડીને તેને હરાવી છે. તેવી જ રીતે કોરોનાને પણ આપણે ચોક્કસ હરાવીશું જ. આ માટે આપણે જરૂરી જણાય તો તબીબી ચકાસણી કરાવીએ. ઘરમાં જ જરૂરી કસરત કરીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારીએ. સૌએ શારીરિક શ્રમ ઉપર વધુ ભાર આપવાની જરૂર છે. આ માટે દરરોજ ૧૦ મિનિટથી લઈને અડધી કલાક સુધી ઘરમાં જ રહીને યોગા – કસરત કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારીએ તો બહું ઝડપથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’

ડિજિટલ સેવા સેતુના દિશાદર્શક નિર્ણયને હર્ષભેર વધાવતા પડધરી તાલુકાના ગ્રામજનો

“આવકના દાખલાની રજુઆત કર્યાની ૧૫ મિનિટે આવકનો દાખલો હાથમાં”: લાભાર્થી મહેશભાઈ રાઠોડ  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૯ ઓક્ટોબર: છેવાડા માનવીની સુખ-સુવિધાની દરકાર લેતી નિર્ણાયકશીલ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી ડિજિટલ સેવા સેતુનો … Read More

યોગ ભગાવે રોગ : યોગાસનો થકી ૪ દર્દીઓ બન્યા કોરોના મુક્ત

“કોરોનાની મહામારીમાં ઈમ્યુનિટી વધારવા યોગ અસરકારક માધ્યમ છે”: સુરેશભાઈ વિશ્વકર્મા રાજકોટના રમતવીરે યોગ થકી કોરોનાને હંફાવ્યો  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: “કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ … Read More

આપણે કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ: વી.પી.વૈષ્ણવ

કોરોનાના કાળમાં સરકારે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે, ત્યારે આપણે પણ કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવનો પ્રેરક અનુરોધ અહેવાલ: … Read More

ગરૈયા કોલેજ અને શિવાનંદ હોસ્પિટલ કોવીડ કેર સેન્ટરમાંથી ૩૮૬ લોકો સંપૂર્ણ સ્વસ્થ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા હળવા લક્ષણો ધરાવતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં  કાળીપાટ ખાતે આવેલા … Read More