Digital Sewa Setu Padadhari 2 1 edited

ડિજિટલ સેવા સેતુના દિશાદર્શક નિર્ણયને હર્ષભેર વધાવતા પડધરી તાલુકાના ગ્રામજનો

“આવકના દાખલાની રજુઆત કર્યાની ૧૫ મિનિટે આવકનો દાખલો હાથમાં”: લાભાર્થી મહેશભાઈ રાઠોડ

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૦૯ ઓક્ટોબર: છેવાડા માનવીની સુખ-સુવિધાની દરકાર લેતી નિર્ણાયકશીલ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી ડિજિટલ સેવા સેતુનો ઉમદા નિર્ણય લીધો છે. ગ્રામજનોને ગ્રામ પંચાયત કક્ષાએથી જ સરકારની વિવિધ સેવાનો લાભ મળી જાય તે માટે ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ સેવા સેતુનો વ્યાપ વધારવા આ સેવાનો પ્રારંભ કર્યો છે.

  આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ડિજિટલ પ્લેટફોર્મ માધ્યમથી વીડિયો કોલીંગ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા કોમ્યુનિટિ હોલ ખાતે સેવા સેતુના કાર્યક્રમમાં જોડાયા હતા. જે અંતર્ગત તેઓએ ડિજિટલ સેવા સેતુ થકી ગ્રામજનોને થતાં લાભો વિશે માહિતગાર કર્યા હતા.  

Digital Sewa Setu Padadhari 2 1 edited

ડિજિટલ સેવા સેતુના કાર્યક્રમમાં જોડાયેલ પડધરી તાલુકાના ગ્રામજનોએ મુખ્યમંત્રીના આ નિર્ણયને હર્ષભેર વધાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી મહેશભાઈ રાઠોડએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને જે અધિકાર આપ્યા તે ખરેખર પ્રશંશનીય છે. સરકારી દાખલ માટે છેક તાલુકા કક્ષાએ જવું નહીં પડે અને સમયની પણ બચત થશે. મેં આવકના દાખલા માટે રજુઆત કરી એની ૧૫ મિનિટમાં આવકનો દાખલો મારા હાથમાં હતો.”

 આ તકે ૪ જેટલા લાભાર્થીઓને આવકના દાખલો અને ૧ વિધવા બહેનને વિધવા પ્રમાણપત્ર આપ્યું હતું. જ્યારે ૧૪ જેટલા ખેડૂતોની મગફળીની અરજીઓ અને ૩૯ જેટલી કૃષિ સહાયની અરજીઓ સ્વીકારી હતી.  

loading…

 પડધરી તાલુકા ખાતેના સેવા કાર્યક્રમમાં એસ.ડી.એમ.શ્રી દેસાઈ, મામલતદારશ્રી ભાવનાબેન વિરોજા, પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હઠીસિંહ જાડેજા, સરપંચશ્રી જિજ્ઞનાબેન પરમાર, ઉપ-સરપંચશ્રી બટુકસિંહ જાડેજા, પૂર્વ સરપંચશ્રી ડો.વિજયભાઈ પરમાર, આગેવાનોશ્રી તરસીભાઈ તાલપરા, પ્રદ્યુમનભાઈ સાતા, મનુભાઈ ડોડીયા અને તલાટી કમ મંત્રીશ્રી ટી.એસ.પઠાણ ઉપસ્થિત રહ્યા હતા.