Kuber bhandari ambaji

Kuberdham: યાત્રાધામ કુબેર ભંડારીના દરવાજા પણ આજ થી અમાસના દર્શન સાથે શ્રધ્ધાંળુઓ માટે ખૂલી ગયા

Kuberdham

ગુજરાત નુ સુપ્રસિદ્ધ યાત્રાધામ (Kuberdham) કુબેર ભંડારીના દરવાજા પણ આજે અમાસના દર્શન સાથે યાત્રીકો માટે ખૂલી ગયા છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૧ ફેબ્રુઆરી:
Kuberdham: હવે સમગ્ર ગુજરાતભરમાં કોરોના નુ જોર દિન પ્રતિ દીન ઘટી રહ્યુ છે ને ગુજરાત માં મોખરાના મંદિર જેવા તે અંબાજી , સોમનાથ જેના મોટા મંદિરો યાત્રીકો થી ધમધમતા થયા છે ને પ્રસાદ વિતરણ વ્યવસ્થા ને પાવડી પુજા જેવી સુવિધાઓ પુનહ શરુ કરી દેવામાં આવી છે ત્યારે આવા ગુજરાતના અનેક મંદિરોના દરવાજા સરકાર ની એસઓપી ની ગાઈડલાઈન સાથે ખોલવામાં આવ્યા છે .

ત્યારે તેવુ જ ગુજરાત નુ સુપ્રસિદ્ધ યાત્રાધામ (Kuberdham) કુબેર ભંડારીના દરવાજા પણ આજે અમાસના દર્શન સાથે યાત્રીકો માટે ખૂલી ગયા છે. કોરોના કાળમાં છેલ્લા 11 મહિનાથી કુબેર ભંડારી ખાતે અમાસના દર્શને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા . ત્યારે આજથી અમાસના દર્શન શરૂ કરાતા લાખોની સંખ્યામાં ભક્તો સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાંથી કુબેર ભંડારીની એક ઝલક માટે આવી પહોંચ્યા હતા . ને ‘ જય કુબેર’ ના નાદ સાથે સમગ્ર પંથક સહીત મંદિર પરીસર ગુંજી ઉઠ્યું છે .

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે , હવે ટૂંક સમયમાં કોરોનાની રસી સામાન્ય માણસ સુધી પહોંચવાની છે , ત્યારે કુબેર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રની સાથે – સાથે અમાસના દર્શન પણ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે . સરકાર ની ગાઈડલાઈન અને મંદિર ટ્રસ્ટ ના એક નિર્ણય પ્રમાણે અમાસના દર્શન સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી જ ભક્તો કરી શકશે .

Kuberdham

કોરોનાની ગાઈડલાઈન પાળીને ભક્તોને માસ્ક સાથે સેનેટાઈજ કર્યા બાદ મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે તેમ (Kuberdham) કુબેર ભંડારી મંદિરના મહંત રજની મહારાજે મહેન્દ્ર અગ્રવાલ ને એક મુલાકાત માં જણાવ્યું હતુ

કુબેર ભંડારી ખાતે અમાસના દર્શને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા

આ પણ વાંચો…Success story: કુલી તરીકે કામકરતો આ વ્યકિત આજે છે દેશનો જાણીતો બિઝનેસ મેન, વાંચો તેની સફળતાની કહાની