Gujright congress 2 edited

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત (Gujarat congress)ગુજરાત કોંગ્રેસ દ્વારા શપથપત્ર તથા ગુજરાઈટ કેમ્પૈન લોન્ચિંગ કરતા પ્રમુખશ્રી અમિત ચાવડા

Gujarat congress

(Gujarat congress) ગુજરાઈટ કાર્ડના માધ્યમથી શહેરી વિસ્તારોમાં ફ્રી શિક્ષણ, ફ્રી સ્વાસ્થની સેવાઓ,ફ્રી પાર્કિંગ, ફ્રી વાઈ-ફાઈ ઝોન જેવી યોજનાઓ આવશે..સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને રાહતો માટે એકજ કાર્ડનો ઉપયોગ કરી અને આ સુવિધાઓ મેળવી શકશે.આ શપથપત્ર એ અમારું વચન નહિ પણ શપથ છે.

અમદાવાદ,૧૧ ફેબ્રુઆરી: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત (Gujarat congress) ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં શપથપત્ર તથા ગુજરાઈટ કેમ્પૈન લોન્ચિંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની શરૂઆત થઇ ચુકી છે.ગુજરાતમાં રાજ્ય અને શહેરોમાં ખુબ લાંબા સમય થી ભાજપનું શાસન હોવા છતાં પણ ગુજરાતની જનતા ને પ્રાથમિક જરૂરિયાતો મળી રહી નથી, રસ્તા,પાણી,ગટરો અને ટ્રાફિક જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વાંરવાર ફરિયાદ કરવા છતાંપણ જનતા ને નિરાશા મળે છે.

Whatsapp Join Banner Guj

ભાજપ જેમ ખોટા વાયદાઓ કરતા કોંગ્રેસને નથી આવડતું પણ સાચા અર્થમાં જનતાની સમસ્યાઓનું નિવારણ કેવી રીતે થાય તે માટે (Gujarat congress) કોંગ્રેસ શપથપત્ર લઈને આવ્યા છે.ગુજરાતમાં ભાજપ જે કઈ પણ ખોટું કરી રહી છે, તેને સાચું કરવું એટલે કે રાઈટ કરવું એટલે ગુજરાઈટ. ગુજરાતીના હક અને અધિકારની વાત. (Gujarat congress) ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે એટલે કરશે ગુજરાઈટ..ગુજરાઈટ કાર્ડના માધ્યમથી શહેરી વિસ્તારોમાં ફ્રી શિક્ષણ, ફ્રી સ્વાસ્થની સેવાઓ,ફ્રી પાર્કિંગ, ફ્રી વાઈ-ફાઈ ઝોન જેવી યોજનાઓ આવશે..સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને રાહતો માટે એકજ કાર્ડનો ઉપયોગ કરી અને આ સુવિધાઓ મેળવી શકશે.આ શપથપત્ર એ અમારું વચન નહિ પણ શપથ છે.

ખાસ કરીને સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં જ જે કોર્પોરેશન વિસ્તારમાં કોન્ટ્રાક પ્રથા આઉટ સોર્સિંગ થી જે સામાન્ય યુવા વર્ગનું શોષણ થઇ રહયું છે તેવા કોન્ટ્રાક પ્રથા આઉટસોર્સિંગ ને નાબુદ કરવામાં આવશે. કોરોના ની મહામારીના સમયમાં ઘણી જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યાં એટલા માટે એક્સીડન્ટ અને ફાયર ઈમરજંસી માટે હેલિકોપ્ટર ના માધ્યમ થી એર ઈમરજંસી સેવાઓ આપવાનું આ શાપથપત્રના માધ્યમ થી જણાવા માંગીએ છીએ. ટ્રાફિકના કારણે હવા પ્રદુષિત થઇ રહી છે

આવનાર સમયમાં વધારે પ્રદુષણ ફેલાય નહિ તે માટે વૃક્ષારોપણની સાથે-સાથે શહેરના જાહેર માર્ગો પર એર પ્યોરીફાયર મુકવામાં આવશે,અંગ્રેજી માધ્યમનું શિક્ષણ અત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો ને મેળવવું હોય તો એને ખાનગી શાળાઓમાં જવું પડે છે, ઉંચી ફી ચૂકવવી પડે છે,અને આ મહામારી ના આર્થીક સંકળામણ ભોગવી રહેલા પરિવારો ને કોંગ્રેસ પક્ષ આગામી છ મહાનગરપાલિકાઓમાં તમામ સરકારી શાળાઓ ને આધુનિક સુવિધાઓ થી સજ્જ કરી એક મોડલ શાળાઓ સ્વરૂપમાં કાર્યરત કરવામાં આવશે અને શિક્ષણ ફ્રી માં આપવામાં આવશે.

Gujarat congress

સત્તામાં આવ્યાંના એક જ સપ્તાહ માં તમામ રોડ – રસ્તાઓ નુ સમારકામ કરવામાં આવશે. કોરોના કાળમાં આર્થીક સંકળામણ ભોગવી રહેલા નાના વેપારીઓને એક વર્ષ માટે ટેક્ષ માંથી રાહત આપવામાં આવશે.મિલકતવેરા ઓ માં જે ખુબ વધારો થયો છે તેમાં રાહત આપવાની શરુઆત કરીશું.તમામ શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે અને પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ થઇ રહી છે આ પાર્કિંગની સમસ્યાઓ માંથી મુક્તિ મળે તે માટે તમામ છ મહાનગરોમાં પાર્કિંગની સુવિધાઓ ફ્રી કરવામાં આવશે.તમામ શહેરોમાં ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તેવું આયોજન કરવામાં આવશે.તમામ શહેરોના દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિકની સુવિધાઓ શરૂ કરવામાં આવશે.આ તમામ મુદ્દાઓ સાથે અમે આજે શપથપત્ર અને ગુજરાઈટ કેમ્પૈન લઈને આપની વચ્ચે આવ્યા છીએ.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત (Gujarat congress)ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં શપથપત્ર તથા ગુજરાઈટ કેમ્પૈન લોન્ચિંગ કરતા ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે ઘણા લાંબા સમયથી ભાજપનું શાસન હોવાથી મહાનગરોના નાગરિકો પારાવાર સમસ્યાઓથી પીડાઈ રહી છે.ગુજરાતમાં ૪૪ ટકાથી વધારે શહેરી વસ્તી છે ત્યારે સામાન્ય માણસોની સુવિધાઓમાં વધારો થવાની જગ્યાએ ભાજપે રાજકીય રોટલા શેકવા માટે હથિયાર તરીકે શહેરોનો ઉપયોગ કર્યો છે

ત્યારે કોંગ્રેસ પક્ષ ટીકા ટીપ્પણીઓ કર્યા વગર ગુજરાતનો અધિકાર એટલે ગુજરાઈટ સંકલ્પ લઈને શહેરી જનતાની સમક્ષ આવી રહયાં છીએ.ગુજરાતનો પરિવાર સ્થાનિક કરવેરા ભરે છે રાજ્યના કરવેરા ભરે છે,રાષ્ટ્રીય કરવેરા ભરે છે તેમ છતા વીજળી,પાણી,સ્વચ્છતા,શિક્ષણ,આરોગ્ય આ બધાંજ મુદ્દાઓમાં નિષ્ફળ નીવળ્યા છે માટે કોંગ્રેસ પક્ષ શપથપત્ર લઈને જનતાનો અવાજ બનશે.આજે રાજ્યના લાખો યુવાનો રોજગાર માટે ઘર-ઘર ભટકી રહયા છે.

તેઓને ધંધો નથી મળતો,રોજગાર નથી મળતો તેથી વર્ષો થી લાખો યુવાનોનું કોન્ટ્રાક પ્રથાથી શોષણ થાય છે માટે કોંગ્રેસ પક્ષને બહુમતી મળશે તો કોન્ટ્રાક પ્રથાને નાબુદ કરવામાં આવશે. આ પાર્કિંગની સમસ્યાઓ માંથી મુક્તિ મળે તે માટે તમામ ૬ મહાનગરોમાં પાર્કિંગની સુવિધાઓ ફ્રી કરવામાં આવશે.ઓનલાઈન શિક્ષણ દરમિયાન ગરીબ વિદ્યાર્થીઓ પાસે શિક્ષણ માટે મોંઘા ટેબલેટ અને મોંઘા ઈંટરનેટ જેવી સુવિધાઓ પ્રાપ્ત નથી

ત્યારે ૬ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષને જન આશીર્વાદ પ્રાપ્ત થશે તો યુવાનોને તમામ ૬ મહાનગરોમાં ફ્રી વાઈ-ફાઈ ઝોન થી સજ્જ કરવામાં આવશે.નગરો હોય કે મહાનગરો રખડતા પશુઓને કાયમી આશરો આપવા માટે લોક ભાગીદારી થી ગૌ-શાળાઓની યોજનાઓને શરૂ કરવામાં આવશે. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ પરિવહન માટે સ્થાનિક પરિવહન ની વિના મુલ્યે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ તમામ મુદ્દાઓ સાથે અમે આજે શપથપત્ર અને ગુજરાઈટ કેમ્પૈન લઈને આપની વચ્ચે આવ્યા છીએ.

આ પણ વાંચો…success story: કુલી તરીકે કામકરતો આ વ્યકિત આજે છે દેશનો જાણીતો બિઝનેસ મેન, વાંચો તેની સફળતાની કહાની

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં શપથપત્ર તથા ગુજરાઈટ કેમ્પૈન લોન્ચિંગ કરતા એ.આઈ.સી.સી ના પૂર્વ મહામંત્રી, ગુજરાત મેની ફેસ્ટો કામિટીના ચેરમેન શ્રી દીપકભાઈ બાબરિયા એ જણાવ્યું હતું કે ભાજપ છેલ્લા ૨૫ વર્ષના શાસનમાં સમાજના લીમીટેડ વર્ગને બાદ કરતા તમામ વર્ગોને ધ્યાન ન આપવાનું કામ કર્યુ છે.તેની જગ્યાએ શહેરના તમામ વર્ગોનો વિકાસ થાય.ખુબ મહત્વના વિષયોમાં વીજળી, પાણી,સ્વચ્છતા,શિક્ષણ,આરોગ્ય આ બધાંજ મુદ્દાઓમાં નિષ્ફળ નીવડયા છે.કોંગ્રેસના કૃત સંકલ્પ દ્વારા સામાન્ય માણસો સુધી સુવિધાઓ કેવી રીતે પહોચે તેવો અમારો પ્રયાસ રહશે.શહેરી નાગરિકોને ઘરનું ઘર,શિક્ષણનો અધિકાર,આરોગ્ય સેવાનો અધિકાર,સાથે મહાનગરોની વ્યવસ્થાને ભ્રષ્ટાચાર માંથી મુક્ત કરીશું.વહીવટી સેવાને સુધારવામાં આવશે નાગરિક અધિકાર પત્ર લાગુ કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં શપથપત્ર તથા ગુજરાઈટ કેમ્પૈન લોન્ચિંગ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ,કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલ એ.આઈ.સી.સીના મંત્રી અને સંગઠન સહપ્રભારી શ્રી બીસ્વરંજન મોહંતી,શ્રી જીતેન્દ્ર બઘેલજી,વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા શ્રી નરેશભાઈ રાવલ અને એ.આઈ.સી.સી ના સોશિયલ ડીપાર્ટમેન્ટના ચેરમન શ્રી રોહન ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

આ પણ વાંચો…સુરતના ડી.સી.પી.(Surat DCP) સરોજકુમારીને નવી દિલ્હી ખાતે ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત