DGP Ashish Bhatia Ambaji

રાજ્ય પોલીસ મહાનિર્દેશક માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા

DGP Ashish Bhatia Ambaji

રાજ્ય પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ સૌપ્રથમ વખત માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, 11 સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક એટલેકે ડીજીપી આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ સૌપ્રથમ વખત માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રહ્મણો ના મંત્રોચાર થી તેમનું સ્વગત કરાયું હતું પોતાની ધર્મપત્ની સાથે અંબાજી પહોંચેલા ડીજીપી આશીષભાટિયા અંબાજી મંદિર ના ગર્ભગૃહ માં પૂજાઅર્ચન સહીત કપૂર આરતી કરી હતી. પૂજા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલ દ્વારા યંત્ર ની પ્રતિકૃતિ સ્મુર્તિ ચિન્હ સ્વરૂપે અર્પણ કરી હતી ને ત્યારબાદ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ના પણ આશીર્વાદ લીધા હતા.

અંબાજી ની આ મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું હતું કે તેઓ પોતે આજે બનાસકાંઠા જિલ્લા ની લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ સાથે ક્રાઇમની પરીસ્થીતી નું નિરક્ષણ પણ કરશે ને સાથે એ પણ જણાવ્યું હતું કે અંબાજી મંદિર ટ્રસ્ટ સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે વર્તી રહ્યું છે ને નિયમો અનુસાર પ્રસાદ નું પણ વિતરણ કરાઈ રહ્યું છે તે જાણી આનંદ ની લાગણી અનુભવી હતી.

ડી જીપી આશીષ ભાટિયા ની અંબાજી મુલાકાત દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ ડીવાયએસપી આર,કે પટેલ સહીત સ્થાનિક પીઆઈ જીગ્નેશ આચાર્ય તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

loading…