Ambaji Templs

અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ વગર સુનુ લાગશે

Ambaji Templs

દયાત્રીઓ નો ભરાતો સૌથી મોટો મેળો…. મેળાં ને લાગ્યુ છે કોરોનાં નું ગ્રહણ……. અંબાજી માં ભાદરવી નો મેળો નહીં ભરાંય અને મંદિર પણ બંધ રહેતા વેપારી ઓમાં નારાજગી સાથે ખુશીની લાગણી…

અંબાજી થી ક્રિષ્ના ગુપ્તા નો ખાસ અહેવાલ..

અંબાજી માં ભરાતાં ભાદરવી પુનમ નાં મેળામાં અંબાજી ધામ જ નહીં પણ અંબાજી પંથક ની ગીરીમાળાઓ પણ પદયાત્રીઓ નાં બોલમાંડી અંબે જય જય અંબે નાં નાદ થી ગુંજી પડતાં હોય છે ને પદયાત્રીઓ નો એક જ ઉદ્દેશ હોય છે. અંબાજી દુર હૈ જાના જરૂર હૈ…પણ આ વખતે અંબાજી સહીત અંબાજી નાં માર્ગો મેળા દરમીયાન સાવ સુના ને જાણે સન્નાટો છવાયેલો હોય તેવાં જોવા મળશે..કોરોના ની મહામારી નાં કારણે ઇતિહાસ માં સૌ પ્રથમ વખત અંબાજી માં ભરાતો આ ભાદરવી પુનમ નો મેળો બંધ રાખવાની સરકારે જાહેરાત કરી છે. અંબાજી માં મેળા દરમીયાન 25 થી 30 લાખ શ્રદ્ધાળુંઓ ઉમટી પડતાં હોય છે. ને આ વખતે મેળો બંધ હોવા છતાં શ્રદ્ધાળુંઓ નીલાંગણી ભક્તો ને અંબાજી તરફ ખેંચી જાય ને કોરોનાં નું સંક્રમણ ન ફેલાય

જીલ્લા કલેકટર દ્વારા અંબાજી મંદિર પણ મેળો સાત દિવસ નો હોવા છતાં 12 દિવસ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે અંબાજી ભાદરવી પુનમ નાં મેળાં દરમીયાન હજ્જારો વેપારીઓ અંબાજી વેપાર ધંધા કરવાં આવતાં હોય છે. અને તેમાં પણ ખાસ કરી ને સ્થાનિક વેપારીઓ પ્રસાદ, નારીયેળ, કંકુ, રમકડાં, ઇમીટેશન જ્વેલરી જેવાં અનેક વેપારીઓ મેળા દરમીયાન લાખ્ખો રૂપીયા નું વેપાર કરતાં હોય છે. ને 12 મહીના ની કમાણી નો આસરો આ ભાદરવી પુનમ નો મેળો બનતો હોય છે પણ આ વખતે મેળો અને મંદિર બન્ને મેળાં દરમીયાન બંધ રહેવાની જાહેરાત કરાતાં વેપારીઓ માં વેપાર ને લઇ ચીંતા નું મોજુ પરી વળ્યુ છે. જોકે એક તરફ વેપારીઓ વેપાર ધંધા ને લઇ કમાણી ગુમાવવાનો દુખ વ્યક્ત કરી રહ્યા છે.

Ambaji Temple 2

કોરોના ની મહામારી ને લઇ સરકારે મેળો બંધ કરી કોરોના થી બચાવવાનો જે પ્રયાસ કર્યો છે. તેની સરહાના પણ કરી રહ્યા છે તેમજ મેળો બંધ રાખવાની જાહેરાત નાં પગલાં ને સરકાર નું ઉચિત પગલું માની રહ્યા છે. પ્રસાદ પુજાપા નાં વેપારી સુનિલ અગ્રવાલ એ જમાવ્યુ હતુ કે અમે મેળા દરમ્યાન પ્રસાદ નો મોટો વેપાર થાય છે …મેળો બંધ રહેતા અમને મોટુ નુકસાન થશે પણ સાથે મેળો બંધ રહેતા અમને કોરોના થી અમારુ રક્ષણ પણ થશે..જ્યારે રમકડાં નાં વેપારી પ્રવિણ જૈન એ જણાવ્યુ હતુ કે મેળા માં રમકડા નો લાખ્ખો રુપીયા નો વેપાર થાય છે બાર મહીનાની કમાણી કરતા હોઈએ છીએ આ વખતે અમને ફટકો પડશે અને ઇમીટેશન જ્વેલરી નાં વેપારી શંકરભાઇ કાબરા એ જણાવ્યુ હતુ કે હાલ માં સોના ચાંદી મોંઘા ચે માટે લોકો ઈમીટેશન જ્વેલરી ખરીદતા હોય છે પણ મેળો બંધ રહેતા અમને નુકસાની નો સામનો કરવો પડસે મંદિર બંધ હોવા છતા લોકો આવસે તેના માટે પગલા લેવા પડસે

જોકે અંબાજી નું આ મેળો ઇતિહાસ માં પ્રથમ વખત બંધ રહેવાનો છે. ને જે પદયાત્રીઓ સંઘો પગપાળાં અંબાજી પહોંચતાં હોય છે. તેને જોતા 250 તી 300 વર્ષ માં આ મેળો બંધ રહેવાની ને સંઘ પગપાળાં અંબાજી નહીં જવાની પ્રથમ ઘટનાં બનશે. અંબાજી મંદિર નાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ ભરતભાઇ પાધ્યા એ જણાવ્યું હતુ કે મેળા દરમીયાન પદયાત્રીઓ માતાજી ને નેજા ચઢાવી નવરાત્રી દરમીયાન માતાજી ને પોતાના ઘરે પધારવાં નું નિમત્રણ આપવાં આવતાં હોય છે. જે માઇભક્તો ઘરે બેસી ને જ માતાજી ને ભક્તિભાવ થી રીજવી નવરાત્રી દરમીયાન ઘરે બેસી નિમત્રણ આપવું પડશે. ને જે મંદિર પરીસર બોલ માંડી અંબે જય જય અંબે નાં નાદ થી ગુંજી ઉઠતું હોય છે ને માતાજી નું ચોક લાલ ધજાઓ થી ઉભરી ને એક ભક્તિમય વાતાવરણ સર્જાતો હોય છે તે આ વકતે મંદિર પરીસર સુનુ અને સન્નાટો છવાયેલો જોવા મળશે. અંબાજી મંદિર નાં મુખ્ય પુજારી ભરતભાઇ પાધ્યાએ જણાવ્યુ હતુ કે

Pagpala sangh 4

200 થી 250 વર્ષ માં પ્રથમ ઘટના બનશે મેળા માં મંદિર બંધ રહેવા ની લોકો એ ઘરે બેઠા માતાજી ને નવરાત્રી માટે નિમત્રંણ આપવુ પડશે, અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ વગર સુનુ લાગશે

હાલ કોરોનાં સંક્રમણ ને લઇ સરકાર ની ગાઇડલાઇન પ્રમાણે વધુ કોરાના નું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ ધાર્મીક તહેવારો નાં મેળાવડાઓ યોજવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. છતાં અંબાજી માં યાત્રીકો નો ઘસારો ન થાય તે માટે 12 દિવસ મંદિર પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં અંબાજી માં યાત્રીકો નો ઘસારો રહી શકે છે ને કોરોના નું સંક્રમણ પણ વધી શકે છે જેને લઇ સ્થાનિક વેપારીઓ દ્વારા અંબાજી મંદિર બંધ ની સાથે અંબાજી ધામ નાં મુખ્ય ત્રણ દ્વાર થી અંબાજી માં યાત્રીકો પ્રવેશી શકે છે તેને લઇ ને પણ સરકારે તકેદારી નાં પગલાં લઇ તેવી માંગ કરાઇ છે