Gabbar Palkhi Ambaji 2

અંબાજી ગબ્બર ( Ambaji Gabbar) તળેટી માં યોજાઈ હતી પાલખી યાત્રા ….. 2005 થી સતત દરવર્ષે નીકળે છે આ યાત્રા

Ambaji Gabbar

અંબાજી ગબ્બર (Ambaji gabbar) કે જ્યાં 51 શક્તિ પીઠ મંદિરો બનતા પરિક્રમા માર્ગ સરળ બન્યો હતો છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર કોરોના ના કારણે બંદ રાખવા માં આવ્યું હતું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૬ ફેબ્રુઆરી:
(Ambaji gabbar) શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રા ધામ અંબાજી કે જ્યાં લાખ્ખો માઈ ભક્તો ની આસ્થા સંકળાયેલી છે આજ રોજ અંબાજી ખાતે અમદાવાદ ના જય અંબે આનંદ ગરબા મંડળ દ્વારા યોજાઈ હતી પાલકી યાત્રા આ યાત્રા માં જગત જનની મા અંબા અને બહુચર માતા ની પાલકી નિકાળવા માં આવે છે 24 કલાક આનંદ ગરબા ની અખંડ ધૂન બાદ યોજવામાં આવે છે

Whatsapp Join Banner Guj

આ પાલકી યાત્રા છેલ્લા 2005 થી સતત દર વર્ષે નીકળે છે આ પાલકી યાત્રા આજે 100 થી વધુ માઈ ભક્તો એ આજે પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી આજ રોજ અંબાજી ગબ્બર (Ambaji gabbar) કે જ્યાં 51 શક્તિ પીઠ મંદિરો બનતા પરિક્રમા માર્ગ સરળ બન્યો હતો છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર કોરોના ના કારણે બંદ રાખવા માં આવ્યું હતું અને કોરોના ના કારણે ભક્તો ને દર્શન દુર્લભ થયા હતા

ત્યારે અંબાજી મંદિર ફરી ખોલવામાં આવ્યા તેને લઈ ભક્તો માં અનેરો આનંદ આજ રોજ જોવા મળ્યો હતો સાથે વહીવટી તત્ર નો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે સરકાર ની ગાઇડ લાઈન મુજંબ અંબાજી મંદિર ફરી ખોલવામાં આવ્યા અમદાવાદ થી આવતા જય અંબે આનંદ ગરબા મંડળ ના ભક્તો દ્વારા બોલ માડી અંબે જય જય અંબે નાદ સાથે 51 શક્તિ પીઠ ગુંજી ઉઠયું હતું

આ પણ વાંચો…
Jio Offer: રૂ.1999માં બે વર્ષ અનલિમિટેડ સેવાઓ અને નવો જિયોફોન