WR train extend: અમદાવાદ થી પસાર થતી 02 જોડી સ્પેશિયલ ટ્રેન સેવાઓ વિસ્તૃત

અમદાવાદ , ૨૧ મે: WR train extend: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી પસાર થતી 02 જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સેવાઓની એક-એક ટ્રીપ વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ દીપકકુમાર ઝા ના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેન ની વિગતો નીચે મુજબ છે:-

Whatsapp Join Banner Guj

● ટ્રેન નંબર 09429 અમદાવાદ – મુઝફ્ફરપુર સ્પેશિયલ સોમવાર, 24 મે, 2021 ના રોજ અમદાવાદ થી એક ટ્રીપ તથા ટ્રેન નંબર 09430 મુઝફ્ફરપુર – અમદાવાદ સ્પેશિયલ મંગળવાર, 25 મે, 2021 ના રોજ મુઝફ્ફરપુર થી (WR train extend) એક ટ્રીપ વિસ્તૃત કરવામાં આવી છે.

● ટ્રેન નંબર 09501 ઓખા – ગુવાહાટી સ્પેશિયલ શુક્રવાર, 28 મે, 2021 ના રોજ ઓખા થી એક ટ્રીપ તથા ટ્રેન નંબર 09502 ગુવાહાટી – ઓખા સ્પેશિયલ સોમવાર, 31 મે, 2021 ના રોજ ગુવાહાટી થી (WR train extend) એક ટ્રીપ વિસ્તૃત કરવામાં આવી છે.

 મુસાફરો ટ્રેન ની સંરચના, આવર્તન, ઓપરેશનલ દિવસો અને સ્ટોપેજ ની તથા આગમન અને પ્રસ્થાન ની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.

ટ્રેન નંબર 09429 અને 09501 નું બુકિંગ 22, મે 2021 થી તમામ કોમ્પ્યુટરાઇઝડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને IRCTC ની વેબસાઇટ પર ચાલુ થશે.

આ પણ વાંચો…Big news: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રીએ…