photo 2

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર(WR General manager) દ્વારા અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા માટે વાર્ષિક નિરીક્ષણ

WR General manager

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર(WR General manager) દ્વારા અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા માટે વાર્ષિક નિરીક્ષણ

 અમદાવાદ , ૧૦ માર્ચ: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા અમદાવાદ ડિવિઝનના (WR General manager) સામાખ્યાલી-ભીલડી રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શ્રી કંસલે તેમના નિરીક્ષણ દરમ્યાન આ રેલ્વે લાઇન પર મુસાફરોની સુવિધાઓ, સ્ટાફ સુવિધાઓ, સલામતી અને સુરક્ષા કાર્યો, માળખાકીય સુવિધાઓ, રેલ્વે વીજળીકરણના કામો અને અન્ય વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સાથે તમામ વિભાગના પ્રમુખ વિભાગાધ્યક્ષ, અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ શ્રી દિપકકુમાર ઝા, અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા.

ADVT Dental Titanium

  ડીઆરએમ ઝાએ માહિતી આપી હતી કે જનરલ મેનેજર (WR General manager)કંસલને આરપીએફ દ્વારા સામાખ્યાલી સ્ટેશન ખાતે ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી, તેમણે ખંડમાં રેલ્વે ક્રોસિંગ્સ, મોટા અને નાના પુલ, પોઇન્ટ અને ક્રોસિંગ કર્વ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સના તકનીકી પાસાઓની સંપૂર્ણ તપાસ કરી. આ દરમિયાન શ્રી કંસલે સામાખ્યાલી, લાકડિયા અને ભીલડી સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.

કંસલે સામાખ્યાલી ખાતે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને સોલાર વોટર કુલર, એસ એન્ડ ટી રિમોટ ટ્રેનિંગ યુનિટ ઓએફસી નેટવર્ક અને એક્સચેંજ તથા ક્યુઆર આધારિત પબ્લિક ઇન્ફર્મેશન સિસ્ટમ ‘રેલ સંગમ’નું ઉદઘાટન પણ કર્યું. એચઆરએમએસ પર કાર્મીક વિભાગ દ્વારા આયોજિત નુક્કડ નાટક અને ઇલેક્ટ્રિક વ્હિકલ ડિસ્પ્લે પણ જોયુ હતું. આ દરમિયાન, તેમણે કાર્મીક વિભાગની સેટલમેન્ટ અને પેન્શન તથા એચઆરએમએસ બુકલેટનું વિમોચન કર્યું હતું.

Whatsapp Join Banner Guj

લાકડીયા સ્ટેશન પર શ્રી કંસલે સ્ટેશનની સાથે સાથે રેલ્વે કોલોનીનું પણ નિરીક્ષણ કર્યું હતું અને રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને મળ્યા હતા અને તેમને આપવામાં આવતી સુવિધાઓ વિશે ચર્ચા કરી હતી. અહીં તેમણે સોલર વોટર કૂલર, વાવેતર, ચિલ્ડ્રન પાર્ક અને છ નવા ક્વાર્ટર્સનું ઉદઘાટન પણ કર્યુ. આ સમયગાળા દરમિયાન સંરક્ષા વિભાગ દ્વારા નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન દિયોદરથી ભીલડી વચ્ચે 120 કેએમપીએચની ઝડપે સ્પીડ ટ્રાયલ પણ કરવામાં આવી હતી. ભીલડી સ્ટેશન પર શ્રી કંસલે સ્ટેશન, રનિંગ રૂમ્સ, ઇલેક્ટ્રિક ઇન્ટરલોકિંગ, આરપીએફ આઉટપોસ્ટ, એ.આર.એમ.ઈ., ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, રેનોવેટેડ વેઈટીંગ હોલનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે રનિંગ રૂમ્સમાં લેડિઝ વિંગ, ક્વિક વોટરિંગ સિસ્ટમ, 12 નવા સ્ટાફ કવાર્ટર્સ, ચિલ્ડ્રન્સ પાર્ક તથા ઓપન જિમ, નવીનીકૃત વીઆઇપી બુકિંગ ઑફિસની પણ શરૂઆત કરી હતી.

WR General manager

તેમણે મંડળના વિવિધ વિભાગો દ્વારા આયોજીત પ્રદર્શની ‘ગુડ વર્ક’ ની મુલાકાત પણ લીધી અને સિગ્નલ લોકેશન બુકલેટનું વિમોચન કર્યું હતું. ડિવિઝનના મિકેનિકલ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી અને મેંટેનેંસ પ્રેક્ટિસ અંગે બનાવેલી પુસ્તિકા અને પત્રિકાનું પણ વિમોચન કર્યું હતું.

 તેમના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન (WR General manager) કંસલે જન પ્રતિનિધિઓ, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન અને એસોસિએશનો અને ચેમ્બર ઑફ કોમર્સ તથા ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી મેમોરેન્ડમ સ્વીકાર્યું હતું.

આ પણ વાંચો…મૈસુર (Mysore)ની પરંપરાગત ‘વુડ ઈનલે ક્રાફટ’ ના રંગબેરંગી શોપીસ શોભાવે છે દીવાનખંડ