Deesa palika office

ડીસા માં ભાજપ નો આંતરિક વિરોધ ફરી ભાજપ ને ડુબાડશે ?

Deesa palika office
  • પાલિકા ની ચૂંટણી પહેલા આંતરિક વિવાદ ચરમસીમાએ..
  • સંગઠન સાથે પ્રદેશ પ્રમુખ એ કરી બેઠક,
  • શુ ટિકિટના સંગઠન ચાલશે કે સત્તાધારીઓ..

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૨૯ જાન્યુઆરી:
બનાસકાંઠા માં ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે.ચૂંટણી પંચ ના જાહેરનામાં બાદ ચૂંટણી લડવા ઈચ્છુંક ઉમેદવારો હવે સ્થાનિક સંગઠન અને સત્તાધારીઓ પાછળ આંટાફેરા શરૂ કર્યા છે.ત્યારે ડીસા અને પાલનપુર પાલિકા ગતટર્મ માં આબરૂ બચે તેટલી જીત મેળવી આખરે અપક્ષ સભ્યો ના સહારે સત્તા ભેગા થયા હતા ત્યારે આ વખતે ભાજપ ની આંતરિક લડાઈ ભાજપ ને નુકસાન કરશે કે પાટીલ ની ડરથી આખરે વિરોધીઓ એક થશે તે જોવાનું છે..પણ હવે વાર વિગતવાર કરીયે..

આજે સેન્સ લેવાશે..

ડીસા પાલિકા માં ચૂંટણી લડવા માંગતા વરઘોડીયા આજે પોતાનો સેન્સ નિરીક્ષકો સમક્ષ રજુ કરશે,ત્યારે ડીસા માં આજે સેન્સ માટે રાફડો ફાટે તેવી શક્યતાઓ છે.

ડીસા પાલિકા માં 11 વોર્ડ માં 44 સભ્યો ચૂંટાયા જેમાં 21 ભાજપ અને 23 અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા જેમાં પણ આંતરિક સ્થાનિક નેતાગીરી માં વિખવાદ ના કારણે ભાજપ સત્તા થી નહિ મેળવી શકે જે ડરથી આખરે ભાજપ એ બન્ને જૂથ ના આગેવાનો ને જ ટિકીટ આપી ચૂંટણી લડવા મજબુર કર્યા જેથી નવરા પડે નહીં અને ભાજપ ને નુકસાન કરાવે નહિ જે આશય થી ભાજપ એ હાલના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને ટીકીટ આપી ચૂંટણી લડવા મજબુર કર્યા તો વેસ્ટન રેલવે બોર્ડ ના સલાહકાર સભ્ય પ્રવીણ માળી ને પણ ચૂંટણી લડવી પડી જ્યારે જિલ્લા ભાજપ ના મહામંત્રી અમરત દવે ને પણ ચૂંટણી જંગ માં ઉતારવામાં આવ્યા આમ પાંચ થી સાત રાજકીય આગેવાનો ને મેદાને ઉતારતા માંડ 44 માંથી 21 બેઠક ભાજપ પાસે આવી અને આખરે અપક્ષ ના ઘૂંટણિયે પડી ને લોભ,લાલચ કે જે પણ આપવું પડે તે આપીને સત્તા હાંસલ કરી પ્રવીણ માળી પ્રમુખ બન્યા..

Whatsapp Join Banner Guj

ત્યારે હાલ ની ડીસા ની રાજકીય સ્થિતિ ગત પાંચ વર્ષ કરતા પણ વધુ વિવાદિત છે..હાલમાં એક તરફ વેર હાઉસ ના ચેરમેન મગનલાલ માળી કે જેઓ સ્થાનિક ચેનલ ના માલિક છે તેઓ ખુદ ભાજપની પોલ પોતાની ચેનલ ના માધ્યમથી ખોલી રહ્યા છે જેથી ભાજપ ને નુકસાન થશે તે સ્વભાવિક છે તો પ્રવીણ માળી ના સમય માં જે કરોડો ના ખર્ચે બગીચો બનેલ જેને ડીસાના ધારાસભ્ય અને તત્કાલીન પાલિકા સભ્ય શશીકાંત પંડ્યા એ વિવાદમાં નાખી મનાઈ હુકમ લાવી દઈ પ્રજા નું સપનું રોળી દેતા પ્રવીણ માળી પણ ક્યાંક અંદરખાને વિરોધમાં રહેશે ત્યારે ડીસા ભાજપ નું સંગઠનને છેલ્લા ઘણા સમયથી ડીસાના ધારાસભ્ય સાથે મનમેળ આવતો ન હોઈ તેઓ ધારાસભ્ય થી વિપરીત દીશા માં કામ કરી રહ્યા છે.ત્યારે ધારાસભ્ય અને તત્કાલીન પાલિકા સભ્ય શશીકાંત પંડ્યા ધારાસભ્ય બન્યા બાદ સંગઠન ને વિશ્વાસ માં લીધા વગર નિર્ણય લઇ રહ્યા છે સાથે સ્થાનિક રાજકીય આગેવાનો ને પણ ગાંઠતા ન હોઈ તેઓથી નારાજ આખું જૂથ ચૂંટણી માં નિષ્ક્રિય રહી શકે છે..

જોકે ડીસા ની રાજકીય પરીસ્થિતિથી વાકેફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે ડીસા ના સંગઠન ને બોલાવી સમગ્ર ડીસા ની ચૂંટણી પર ચર્ચા કરશે.સાથે સંગઠન ના કહ્યા મુજબ ટીકીટ મળે જે માટેની માગણી પણ કરશે..

જોકે હવે આ ચૂંટણી માં ડિસા માં રાજકીય ગ્રુપ માં એક ગ્રુપ મગનલાલ માળીનું તેઓ પોતાના સમર્થકો માટેની માગણી કરશે અને નહિ મળે તો પાર્ટી માટે તો મદદ કરશે પરંતુ ઉમેદવાર થી ચોક્કસ નારાજ રહેશે.તો બીજી તરફ પ્રવીણ માળી તેઓ પણ પોતાના સમર્થકો માટે માંગ કરશે અને સંગઠન પણ માગણી કરશે અને છેલ્લે ધારાસભ્ય જો તેમનુ ટીકીટ વહેંચણી માં ન ચાલ્યું અને જરૂરી ટીકીટ ન મળી તો તેઓ પાર્ટીના સિસ્ત મુજબ અને પોતાની આબરૂ બચાવવા મદદ કરશે પણ સમય અનુકૂળતાએ આમ ડીસા પાલિકા ની ચૂંટણી માં સત્તા બચાવવી આ વખતે ભાજપ માટે એડીચોટી નો જોર લગાવવા જેવું છે..એ પણ જો તમામ રાજકીય નેતાઓ એક થશે તો..

આમતો ભાજપમાં એક માસ્ટરી છે કે ગમે તેવા આંતરિક વિરોધ ને પણ એકજુથ કરીને પોતાની માક્ષિકા પૂર્ણ કરી દે છે.એટલે હવે પ્રદેશ પ્રમુખ નું તેંડુ સંગઠન બાદ સત્તાધારીઓ પર આવશે અને આખરે એકમેક થવાની વાત આવશે તો જ સત્તા ભાજપ બચાવી શકશે..

હાલ તો ડીસા માં જાહેરનામાં.બાદ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે અને ટીકીટ વાંચુંકો પોતાના ગુરુ સમાજ રાજકીય નેતાઓ પાસે આંટાફેરા શરૂ કર્યા છે ત્યારે આખરે સેન્સ અને બાદ માં કોના મેન્ડેડ આવે છે તે આવનાર સમય બતાવશે..અને પરિણામ શુ આપવું તે ડીસાના.મિજાજી મતદારો નક્કી કરશે..

આ પણ વાંચો…રાજ્ય સરકારે તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે દરેક વિદ્યાર્થીઓ મળશે આ લાભ