Sharad rahul

રાહુલ ગાંધીને લઇને શરદ પવાર આ શું બોલ્યાં..??

Sharad rahul

અમદાવાદ, ૦૪ ડિસેમ્બર: રાજકારણના માહિર ખેલાડી ગણાતાં શરદ પવારે કોંગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરી છે. NCP પ્રમુખે કહ્યું કે, રાહુલ ગાંધીમાં ‘નિરંતરતા’, સુસંગતતા તેમજ સમયસર બધાની સાથે ચર્ચા કરવાનો અભાવ છે. સત્તામાં કોંગ્રેસના સહયોગી શરદ પવારે રાહુલ ગાંધી પર અમેરિકા ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ટીપ્પણીને લઇને કડક નિંદા કરી છે. 

whatsapp banner 1

એક ખાનગી ઇન્ટરવ્યુમા શરદ પવારે કહ્યું કે,  દેશના લોકો  રાહુલ ગાંધીને નેતા માનવા માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે તેઓ ગંભીરતાથી કામ કરશે.. હાલ રાહુલમાં એ વાતની ઊણપ છે. રાહુલ કોઈ કાર્યકર્તા, નેતા કે બીજા સહયોગીઓ સાથે નિરંતર ચર્ચા કરતાં નથી. જે કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે. 

થોડા દિવસો અગાઉ જો રાહુલને લઈ બરાક ઓબામાએ પોતાની બુકમાં લખ્યું હતું કે ‘રાહુલ એક કન્ફ્યુઝ નેતા છે.’  આ પ્રશ્નના ઉત્તરમાં શરદ પવારે કહ્યું કે, આ જરૂરી નથી કે આપણે બધાના વિચારનો સ્વીકાર કરીએ. પવારે કહ્યું કે હું પોતાના દેશના નેતૃત્વવઅંગે કંઇ પણ કહી શકું છું, પરંતુ બીજા દેશના નેતૃત્વ અંગે હું વાત ન કરી શકું.. 

કોંગ્રેસના ભવિષ્ય પર તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી પાર્ટી માટે ‘અડચણરૂપ’ બની રહ્યાં છે? તો શરદ પવારે કહ્યું કે કોઇપણ પાર્ટીનું નેતૃત્વ એ વાત પર નિર્ભર કરે છે કે સંગઠનની અંદર તેનો કઇ રીતે સ્વીકાર કરવામાં આવે છે… આમ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બાદ હવે NCP સુપ્રિમો શરદ પવારે પણ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે..