GeM પોર્ટલ દ્વારા વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિમાં ભારતીય રેલ્વેમાં પશ્ચિમ રેલ્વે ટોચ પર

Railways banner

અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: સપ્ટેમ્બર 2020 થી નવેમ્બર 2020 ના ગાળામાં પશ્ચિમ રેલ્વે દ્વારા સરકારી ઇ-માર્કેટના માધ્યમથી વસ્તુઓ અને સેવાઓની 54.07 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી,જે ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા સાર્વજનિક ખરીદી માટે શરૂ કરાયેલ ઓનલાઇન પ્લેટફોર્મ માટે તૈયાર ઈ-બજાર GeM (જેમ)ના માધ્યમથી વસ્તુઓ અને સેવાઓની ખરીદીને મજબૂત બનાવવા માટે  પશ્ચિમ રેલ્વે ધ્વારા ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા. તદનુસાર, પશ્ચિમ રેલ્વેએ સપ્ટેમ્બરથી નવેમ્બર 2020 ના ગાળા માં,જેમ દ્વારા વસ્તુઓ અને સેવાઓની સતત ઊંચી ખરીદી કરીને ભારતીય રેલ્વેના તમામ ઉત્પાદન એકમોમાં તેમજ તમામ ઝોનલ રેલ્વેમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.


પશ્ચિમ રેલ્વેની આ અસાધારણ અને ઉત્કૃષ્ટ સિદ્ધિ મહાપ્રબંધક શ્રી આલોક કંસલના સક્રિય નેતૃત્વ અને મુખ્ય સામગ્રી પ્રબંધકના સતત પ્રયત્નોને કારણે જ શક્ય બન્યું છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીસ મુજબ,રેલ્વે બોર્ડના માર્ગદર્શિકા અનુરૂપ જેમ પોર્ટલના માધ્યમથી પશ્ચિમ રેલ્વેમાં જેમ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તદનુસાર, જેમ ટાસ્ક ફોર્સ ધ્વારા પશ્ચિમ રેલ્વેની 950 કરોડ રૂપિયાની સેવાઓનો વિશાળ ડેટા રાખવામાં આવ્યો છે અને કેટલીક ચીનહિત કેટલીક સેવાઓ સીધી જેમના માધ્યમથી ખરીદી શકાય છે. આ પ્રયત્નોના પરિણામે પશ્ચિમ રેલ્વે સપ્ટેમ્બર 2020 થી નવેમ્બર 2020 સુધી તમામ ઝોનલ રેલ્વે અને ઉત્પાદન એકમોમાં સતત જેમના માધ્યમથી મોટાભાગની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવામાં સક્ષમ રહી છે. પશ્ચિમ રેલ્વેએ સપ્ટેમ્બર 2020 માં 34.94 કરોડ રૂપિયા,ઓક્ટોબર 2020 માં 43.52 કરોડ અને નવેમ્બર 2020 માં 54.07 કરોડની વસ્તુઓ અને સેવાઓ ખરીદી કરવામાં આવી છે.

આમ જેમ દ્વારા વસ્તુઓ અને સેવાઓની “સંચયી” ખરીદીમા અગાઉના વર્ષની તુલનામાં આ વર્ષે 22.03 ટકા વધી છે, જે નવેમ્બર 2019 સુધીમાં રૂ. 44.31 કરોડની હતી. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે રેલ્વે બોર્ડે જેમ દ્વારા ખરીદીને અમલમાં મૂકવા અને દેખરેખ રાખવા અનેક વાર ઝોનલ રેલ્વેને જણાવ્યું છે. તદનુસાર, પશ્ચિમ રેલ્વેએ જે સેવાઓ જેમ પોર્ટલ પર ઉપલબ્ધ ન હતી તે ઓળખાવી અને તેમના વિશે રેલ્વે બોર્ડને જાણ કરી. જેમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ સરકારી સંસ્થાઓ માટે એક ખુલ્લો અને પારદર્શક પ્રાપ્તિ મંચ બનાવવો, તમામ સ્તરોના વિક્રેતાઓ સુધી પહોંચવું અને સરકારી ખરીદદારીમાં વસ્તુઓ અને સેવાઓની સરળ અને પારદર્શક ખરીદી પ્રદાન કરવીએ છે. જેમ એ સરકારી મંત્રાલયો,વિભાગો,જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને કેન્દ્ર સરકારની અન્ય અત્યંત સ્વાયત્ત સંસ્થાઓ માટે ગતિશીલ,આત્મનિર્ભર અને ગ્રાહક મૈત્રીપૂર્ણ પોર્ટલ છે. હાલમાં જેમ પોર્ટલ પર 7400થી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે,જેમાંથી 150 ઉત્પાદન કેટેગરીઝ છે અને ભાડા પરની પરિવહન સેવાઓથી સંબંધિત છે. 140 કરોડ રૂપિયાથી વધુનું આદાન – પ્રદાન જેમના માધ્યમથી  પહેલા જ થઈ ચૂક્યું છે. તે સંપૂર્ણ પેપરલેસ,કેશલેસ અને સિસ્ટમ આધારિત ઇ-બજાર પ્રણાલી છે,જે સામાન્ય વસ્તુઓ અને સેવાઓ ન્યૂનતમ માનવ ઇન્ટરફેસ સાથે પ્રદાન કરવા માટે સક્ષમ છે.