Vadodara collector meeting

વડોદરા જિલ્લામાં ઉનાળાને અનુલક્ષીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પાણી (Water)ના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક મળી

water, meeting vadodara

જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પાણી (Water)પુરવઠાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવાની સાથે સતત મોનીટરીંગ કરવા જિલ્લા કલેકટરએ આપી સૂચના

રાજ્ય સરકાર દ્વારા ઉનાળાને અનુલક્ષીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પાણી (Water)પુરવઠાના મોનીટરીંગ અને પીવાના પાણી ની મુશ્કેલીઓના આગોતરા નિરાકરણ માટે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલી સમિતિની પ્રથમ બેઠક સોમવાર ના રોજ કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં મળી હતી.

ADVT Dental Titanium

જિલ્લા કલેકટરએ બેઠકમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પીવાના પાણી (Water)ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવાની સાથે ગ્રામજનોને પીવાના પાણીની કોઈ તકલીફના પડે તે માટે સતર્કતા સાથે સતત મોનીટરીંગ કરવા સુચના આપી હતી.બેઠકમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર હાલમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં બહુધા પાણી પુરવઠાની પરિસ્થિતિ સંતોષજનક છે.

અગમચેતીના ભાગરૂપે ટેન્કર દ્વારા પાણી (Water)પૂરું પાડવા માટેના સૂચિત ભાવોને મંજુરી આપવામાં આવી હતી.હાલમાં જિલ્લામાં ક્યાંય ટેન્કર દ્વારા પાણી આપવાની જરૂર પડી નથી પરંતુ કદાચ ક્યાંક જરૂર વર્તાય તો તાત્કાલિક પાણી પૂરું પાડવાની ટેન્કર આધારિત વ્યવસ્થા થઈ શકે તે માટે આ ભાવો મંજૂર કરવામાં આવ્યાં છે.

Whatsapp Join Banner Guj

આ સમિતિની સાથે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક પણ મળી હતી જેમાં ખૂટતી ટેપ કનેક્ટિવિટી વાળા ગામોમાં નળ જોડાણ સુલભ બનાવવાના હેતુસર પાદરા તાલુકાના ચોકારી ગામની ગ્રામીણ પેયજળ યોજનાને મંજુરી આપવામાં આવી હતી. અંદાજે રૂ.૧.૫૧ કરોડનો ખર્ચ આ યોજના માટે થશે. સન ૨૦- ૨૧ માં મજૂર કરવામાં આવેલી આ ૮૫ મી યોજના હતી. આ સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ અધિક્ષક, પાણી પુરવઠા, વન વિભાગ, વાસ્મોના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નગર પાલિકાઓ ના ચીફ ઓફિસર ઇત્યાદિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ તારીખથી ૪૫ વર્ષની ઉંમરના દરેક વ્યક્તિને મફતમાં મળશે વેક્સિન(vaccine)