Jamnagar collector

જામનગર: (Jamnagar)કોવિડ ગાઈડલાઈનનો જિલ્લામાં કડકાઇથી અમલ કરાવાશે: જિલ્લા કલેકટર

JMC Collector covid meeting

Jamnagar: લોકોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા તેમજ કોવિડના કોઈપણ પ્રકારના લક્ષણો જણાયે તાત્કાલિક ટેસ્ટ કરાવવા કલેક્ટરનો અનુરોધ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૩ માર્ચ:
જામનગર (Jamnagar) જિલ્લા કલેકટર રવિશંકરે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં વધતાં જતાં કોરોના કેસો પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા આગામી સમયમાં કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.દરેક નાગરિકો પોતાની નૈતિક જવાબદારી સમજી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે તે હાલના સમયે ઇચ્છનીય છે.જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ ખૂબ ઝડપથી વધી રહી છે.જિલ્લાની વસતીના પ્રમાણમાં કોવિડ પોઝીટીવ કેસો ત્વરિત ગતિએ વધી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

દરરોજ સરેરાશ ૩૦ જેટલા નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે.આવા સંજોગોમા લોકો પણ કોરોનાથી નિર્ભિક બની જાહેરમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરતા જોવા મળે છે. ત્યારે સૌ નાગરિકોને (Jamnagar) જિલ્લા કલેકટરએ ખાસ અનુરોધ કરતા કહ્યું હતું કે, લોકો કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તેમજ કોવિડના કોઈપણ પ્રકારના લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ ટેસ્ટ કરાવે અને સારવાર લે.

ADVT Dental Titanium

શહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઈડલાઈનનો આગામી સમયમાં કડકાઈથી અમલ કરાવાશે તેમ જણાવતાં જિલ્લા કલેકટરએ ઉમેર્યું હતું કે, પોલીસ તેમજ સંબંધિત વિભાગોને આ માટે જરૂરી સૂચના આપવામાં આવી છે.જેનો તાત્કાલિક અસરથી જિલ્લામાં અમલ કરવામાં આવશે.

આ પણ વાંચો…સાંસદમાં મહારાષ્ટ્ર પોલીસ પર સવાલ કરતા મહિલા સાંસદને જવાબ આપતા અરવિંદ સાવંતે(Shivsena MP) કહ્યું ‘હવે તને જેલમાં નાખીશું- વાંચો શું છે મામલો