WR 2

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મુંબઈ વિભાગનું સંરક્ષા નિરીક્ષણ સમીક્ષા માટે બોઈસર ગુડ્સ શેડની મુલાકાત.

કોરોના વાઈરસ મહામારીના લોકડાઉનના મુશ્કેલ સમયમાં પણ પશ્ચિમ રેલવેના પૈડાં ક્યારેય સંપૂર્ણપણે બંધ રહ્યા નથી અને આવી વિષમ

પરિસ્થિતિઓમાં પણ પશ્ચિમ રેલવે દેશના વિવિધ ભાગોમાં અતિ આવશ્યક વસ્તુઓના નિરંતર પરિવહન માટે યથાસંભવ શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહેલ છે. 17 ઓગસ્ટ, 2020 ના સોમવારના દિને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે સંરક્ષા તૈયારીઓ માટે ચર્ચગેટ – બોઈસર વિભાગનું નિરીક્ષણ કર્યું તથા ટ્રેક અને પુલ અનુરક્ષણ, સિગ્નલિંગ સિસ્ટમ, ટ્રેક એસેટ્સ વગેરેની સમીક્ષા કરી. મેનેજરશ્રી એ વિભાગમાં ચલાવવામાં આવેલ સ્વચ્છતા અભિયાન, સ્ક્રેપનું મેપિંગ, ટ્રેસપાસિંગનું નિવારણ અને માર્ગના વિવિધ સ્ટેશનો પર મુસાફરો માટેની સુવિધાઓની પણ સમીક્ષા કરી.


મેનેજરશ્રી દ્વારા મુંબઈ સેન્ટ્રલના વિભાગીય રેલવે મેનેજરશ્રી જીવીએલ સત્ય કુમાર તથા તેમના અધિકારીઓની ટીમ સાથે ચર્ચા કરવામાં આવીmઅને અનુરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કાર્યો, ફૂટ ઓવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ વગેરેની વિસ્તૃત તપાસ કરવામાં આવી. આ દરમ્યાન તેમની જાણ માં આવ્યું કે ન ફક્ત સંરક્ષા ઝોનમાં અતિક્રમણ કરવામાં આવેલ છે; પરંતુ રેલવેની જમીન ઉપર કચરો વગેરે પણ ફેંકવામાં આવી રહેલ છે. મેનેજરશ્રી એ રેલવે ટ્રેક પર કચરો ફેંકવાનું અટકાવવા માટે વિભાગીય રેલવે મેનેજરને એમ સી જી એમ સાથે એક એમઓયુ તૈયાર કરવા માટેની સૂચના આપી. ત્યારબાદ મેનેજરશ્રી એ અનલોડિંગ પ્લેટફોર્મની સ્થિતિની સમીક્ષા માટે બોઈસર ગુડ્સ શેડ ની મુલાકાત લીધી અને ચાલી રહેલા કાર્યો, લેબર રેસ્ટરૂમ / ટોઇલેટ સુવિધાનું નિરીક્ષણ કર્યું. મેનેજરશ્રી એ સ્ટીલ કંસાઇન્મેન્ટ ના યાંત્રિક અનલોડિંગ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું.


પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલ એક પ્રેસ રીલીઝ અનુસાર માલ લોડીંગ પર વિશેષ જોર આપવાના હેતુથી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરશ્રી આલોક કંસલે ફ્રેટ કંસાઇન્મેન્ટ સંબંધિત કામગીરીનું વ્યક્તિગત રીતે અવલોકન કરીને
તેની સરળ કામગીરી તથા તીવ્ર પ્રદર્શનની પણ સમીક્ષા કરી. શ્રી કંસલે સ્ટીલ કંસાઇન્મેન્ટના યાંત્રિક અનલોડીંગ નું કાર્ય પણ જોયું તથા જે એસ ડબ્લ્યુ માં ગ્રાહકો અને ગુડ્સ શેડના કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી. બોઈસર ગુડ્સ શેડના નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલે ઉપયોગ ન થનારા કોચ અને કોચ સેલને રેસ્ટરૂમ તથા શૌચાલય તરીકે વિકસિત કરવાની વાત કરી. આ નિરીક્ષણ દરમ્યાન ઇનવર્ડ સ્ટીલ કંસાઇન્મેન્ટ અને કન્ટેનર વાહનવ્યવહારમાં વધારો કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી, જે માટે લોજિસ્ટિક સપોર્ટ તથા કંસાઇન્મેન્ટના વધુ સારા મશીન હેન્ડલિંગની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

ત્યારબાદ, મેનેજરશ્રી એ બોઈસર સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું ને સ્ટેશને વિવિધ સુવિધાઓમાં વધારો કરવા અંગે સૂચનાઓ આપી. આ જ અનુસંધાનમાં, મેનેજરશ્રી બંસલે વિભાગીય રેલવે મેનેજરશ્રી સત્યા કુમાર સાથે વિવિધ અગત્યનાં મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. શ્રી સત્યા કુમારે મેનેજરશ્રી ને માલ લોડીંગ અંગે વૃદ્ધિ કરવા માટે વિવિધ વ્યાપારિક અધિગ્રહણ યોજનાઓ સંબંધિત જાણકારી આપી. શ્રી કંસલે સંભવિત ગ્રાહકો સાથે સંપર્ક કરવાની વાત કહી. આ ચાલુ નાણાંકીય વર્ષમાં પશ્ચિમ રેલવે એ પહેલેથી જ 551 મીની રેક અને 828 ટુ પોઇન્ટ ડેસ્ટિનેશન રેકોની તપાસ કરી લીધેલ છે. હાલમાં જ પશ્ચિમ રેલવેએ માલ લોડીંગમાં ઘણા રેકોર્ડ સ્થાપિત કર્યા છે જેમાં 2 ઓગસ્ટ, 2020 ના રોજ અંકલેશ્વરથી એક નવા ગંતવ્ય એમ વી એ એ વેદાંતા સાઈડિંગ ના માટે કોસ્ટિક સોડા (પ્રવાહી) ના વહન માટે કોન્કોર ના પહેલા ટેંક કન્ટેનરનું લોડીંગ અને ધોરાજી સ્ટેશનથી બાંગલાદેશ ના દર્શના સ્ટેશન માટે ડુંગળીના પહેલા રેકના લોડીંગનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

રતલામ વિભાગે રેલવે તથા માલ ભાડા ગ્રાહકો વચ્ચે સરળ વિનિમયની સુવિધા આપવા અને ત્વરિત સમસ્યા નિરાકરણ માટેની પ્રક્રિયા સ્થાપિત કરવા માટે માલ ભાડા ગ્રાહકોની ઇન્ટરએક્ટિવ મોબાઈલ એપ્લિકેશન (એન્ડ્રોઇડ) વિકસાવવાની પહેલ કરી છે. વેપારીઓ સાથે વાતચીત માટે આ અનોખી એપ રવિ (આર એવી આઈ) માલ શેડ અને સાઈડિંગ સંબંધિત વિવિધ મુદ્દાઓને હલ કરવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો એક અનોખો પ્રયાસ છે. આ એપ્લિકેશન માલ ભાડા ગ્રાહકોની સાથે તમામ પ્રકારની સમસ્યાઓ માટે સીધો સંદેશાવ્યવહાર સ્થાપિત કરશે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરશ્રી એ સંરક્ષા, ફ્રેટ લોડીંગ, માલ શેડોના સુધાર અને માલગાડીઓની ગતિમાં વધારો કરવા પર ભાર મૂક્યો છે, જેથી રેલવેની આવકમાં વધારો થાય અને વૈશ્વિક મહામારીના કારણે થયેલા નુકસાનને સરભર કરી શકાય. આ ઉપરાંત, પશ્ચિમ રેલવે માલના લોડીંગ અને અનલોડિંગના યાંત્રિકરણ, ખાનગી સેક્ટરો ને સંલગ્ન કરવા અને હાલના માલ શેડમાં સુધારણા કરવામાં પણ નોંધપાત્ર પહેલ કરી રહેલ છે. હાલમાં, પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના વિવિધ માલ કાર શેડોના એપ્રોચ રોડ, પ્લેટફોર્મ સરફેસ, લાઈટિંગ, મજૂર સુવિધાઓ, વેપારી કક્ષ, કાર શેડ રિપેરિંગ, સર્ક્યુલેટીંગ વિસ્તાર અને ટ્રેક લિફ્ટીંગ સુધારણાના કાર્યોને સુનિશ્ચિત કરવામાં આવી રહેલ છે.

મુખ્ય જનસંપર્ક અધિકારીએ માહિતી આપી છે કે આઈટી ના લીવરેજિંગ નું કાર્ય તમામ સુસંગતા સાથે કરવામાં આવી રહ્યું છે. છોટા ઉદેપુર સ્ટેશન પર નવા ગુડ્સ શેડની વ્યવસ્થા કરીને પશ્ચિમ રેલવે પોતાના માલ ભાડા સંચાલનમાં વધારો કરવા માટે સતત પ્રયાસરત છે. પાછલા વર્ષ દરમિયાન આયાત કરેલ કોલસાના 5 રેકના લોડીંગ ની સરખામણીએ પશ્ચિમ રેલવે એ ચાલુ વર્ષમાં 100 રેક લોડ કરવા માટે અપેક્ષા રાખે છે. એ જ રીતે, ગયા વર્ષે લોડ કરેલા સ્ટીલ પાઈપ ના 40 રેકની સરખામણી એ આ વર્ષે સ્ટીલ પાઈપના 120 રેક લોડ થવાની ધારણા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવેએ જુલાઈ, 2020 ના માસમાં લોખંડ અને સ્ટીલના અત્યાર સુધીમાં સૌથી વધુ 65 રેક (0.17 એમ ટી) નું લોડીંગ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે અગાઉ 2019 ના જાન્યુઆરી માસનું સર્વોત્તમ લોડીંગ 0.14 એમ ટી હતું. પશ્ચિમ રેલવેનું લક્ષ્ય 60,000 વેગન પ્રતિ દિન લોડ કરવાનું છે, જે ચાલુ નાણાંકીય વર્ષમાં વર્તમાન લોડીંગ કરતા ઓછામાં ઓછું 20% વધારે છે. કોરોના વાઇરસના લોકડાઉન દરમ્યાન પશ્ચિમ રેલવેએ એપ્રિલ – જુલાઈ 2020 માં, 3,720 વેગન પ્રતિ દિન લોડ કરેલ છે અને ઓગષ્ટ 2020માં આ સરેરાશ 4,016 વેગન છે. પાર્સલ લોડિંગને પ્રોત્સાહન આપવાના હેતુસર, પશ્ચિમ રેલવે દ્વારા અનેક માલ ભાડા પ્રોત્સાહન યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. પશ્ચિમ રેલવે હાલના પાર્સલ વ્યવહારને બમણો કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. હાલમાં, પશ્ચિમ રેલવે પાર્સલ આવકમાં પ્રથમ સ્થાને છે, જે ટાઈમ ટેબલ વાળી પાર્સલ સ્પેશિયલ ગાડીઓ તથા દૂધ ટેન્કર રેક એટલે કે કિસાન રેક ના માધ્યમથી ભારતીય રેલ ના કુલ આવકના 27% અને ભારતીય રેલના કુલ લોડીંગ ના 32% છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ