Mrs. Tanuja Kansal

શ્રીમતી તનુજા કંસલ દ્વારા પશ્ચિમ રેલવેનાં મેડીકલ કર્મવીરો માટે નોંધપાત્ર ડોનેશન અને સહયોગ

Mrs. Tanuja Kansal

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ, જેમણે 74માં સ્વાતંત્ર્ય દિવસના અવસર
ઉપર વીડીયો લીંકનાં માધ્યમથી જગજીવન રામ દવાખાનાના ડોકટર તેમજ પેરામેડીકલ સ્ટાફનાં પરિશ્રમ અને સમર્પણની ખૂબજ પ્રસંશા કરી.

પશ્ચિમ રેલવે મહિલા સંગઠન (WRWWO) દ્વારા કોરોના વાયરસની ઘાતક મહામારીના મુશ્કેલ
સમયમાં પશ્ચિમ રેલવેના આગળની હરોળના કર્મયોદ્ધાઓને સતત યથાસંભવ સહયોગ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેનાં જગજીવન રામ દવાખાનાના મુખ્ય કોરોના યોદ્ધાઓએ કોરોના મહામારી સાથેની લડાઈ પૂરી તાકાત સાથે લડી છે. સમર્પિત ડોકટરો તેમજ પેરામેડીકલ સ્ટાફની ઉત્કૃષ્ઠ ટીમના પ્રયાસોની કદર કરવાની દ્રષ્ટિએ 74માં સ્વાતંત્ર્ય દિવસના અવસર ઉપર પશ્ચિમ રેલવે મહિલા સંગઠનન અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ દ્વારા ખૂબ જ જરૂરી ઉપકરણો આપવામાં આવ્યા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ જાહેરાત અનુસાર કોરોનાવાયરસ મહામારીના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણnસંગઠનન અધ્યક્ષા શ્રીમતી કંસલ અને કાર્યકારી સમિતિના સભ્યો દ્વારા જગજીવન રામ દવાખાનાનાં ડોકટરોનીnસાથે એક વર્ચ્યુઅલ બેઠકનાં માધ્યમથી સંપર્ક કરવાની પહેલ કરવામાં આવી.

WRWWO COMBO 1
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણસંગઠન દ્વારા પશ્ચિમ રેલવેનાં જગજીવનરામ દવાખાનાને આપવામાં આવેલ એક લાખ રૂપિયા કરતા વધારે કીંમતના ઇકશન કુકર, આરઓ વોટર પ્યુરીફાયર અને વોટર ડિસ્પેન્સર સહીતજુદા જુદા ઉપકરણ તેમજ સુવિધાઓ ઉપરોક્ત ફોટાઓમાં દેખાઈ રહી છે.

શ્રીમતી તનુજા કંસલ દ્વારા જગજીવનરામ દવાખાનાનાં અંદરના દર્દીઓ અને દવાખાનાના કર્મચારીઓનાં ઉપયોગ માટે 15 ઇન્ડકશન કુકર, 6 આરઓ વોટર પ્યુરીફાયર અને 2 હોટ
એન્ડ કોલ્ડ વોટર ડિસ્પેન્સર ડોનેટ કરવામાં આવ્યા. આ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન પોતાના સ્વાગત ભાષણમાં જગજીવન રામ દવાખાનાનાં ચિકિત્સા નિર્દેશક દ્વારા ‘પાવરપોઈન્ટ’ પ્રસ્તુતિનાં માધ્યમથી પશ્ચિમ રેલવેના મહિલા કલ્યાણ સંગઠન દ્વારા અપાયેલ વિવિધ સુવિધાઓ સંબંધિત સામગ્રીની ઉપયોગિતા દર્શાવવામાં આવી.


પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર શ્રી આલોક કંસલે જગજીવનરામ દવાખાનાનાં મેડીકલ સમૂહનાં શાનદાર પ્રયાસોની ખુલ્લા દિલે પ્રસંશા કરતા તેમનાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે સ્વતંત્રતા દિવસના અવસર ઉપર 25 હજાર રૂપિયાના સામુહિક ઇનામની જાહેરાત કરી. જનરલ મેનેજર શ્રી કંસલે જગજીવનરામ દવાખાનાનાં તમામ કર્મયોદ્ધાઓની જુદા જુદા માધ્યમોથી મદદ કરવા માટે અને તેમને પ્રોત્સાહિત કરવા માટે અનોખી સદભાવના દર્શાવવા માટે પશ્ચિમ રેલવે મહિલા સંગઠનનાં સહયોગભર્યા પ્રયાસોની પણ જોરદાર પ્રસંશા કરી. આ દરમિયાન પશ્ચિમ રેલવેનાં પ્રમુખ મુખ્ય ચિકિત્સા નિર્દેશક અને જગજીવનરામ દવાખાનાનાં ચિકિત્સા નિર્દેશકે જેઆરએચનાં અંદરના દર્દીઓ અને તબીબી કર્મચારીઓની સુવિધા માટે આપવામાં આવેલા વિવિધ ઉપકરણ
તેમજ સુવિધાઓ માટે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ પ્રત્યે પોતાનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો. પોતાના સંબોધનમાં શ્રીમતી તનુજા કંસલે ભવિષ્યમાં પણ આ પ્રકારની સારવાર સંબંધિત જરૂરીયાતોની પૂર્ણતા માટે તમામ સંભવ મદદ દેવાનું આશ્વાસન આપ્યું.

પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જણાવ્યું કે કોવીડ રોગીયોના ઉપચાર માટે નિયત કરાયેલ પહેલું રેલવે દવાખાનું હોવાની રીતે જગજીવન રામ દવાખાના દ્વારા હજુ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ 1385 કોવીડ પોઝીટીવ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા અને વર્તમાનમાં આ દવાખાનામાં 142 એક્ટિવ કોવીડ દર્દીઓનો ઈલાજ mચાલી રહ્યો છે. સૌથી વધુ રીકવરી રેટ ધરાવનાર મુંબઈના મુખ્ય દવાખાનોમાં જગજીવનરામ દવાખાનું પણ શામેલ છે.

WRWWO COMBO 2
શ્રીમતી તનુજા કંસલ દ્વારા સ્વતંત્રતા દિવસનાં અવસર ઉપર વીડીયો લીંકનાં માધ્યમથી રતલામ વિભાગીય દવાખાના માટે લીલી ઝંડી બતાવીને ઉદઘાટન કરવામાં આવેલ નવી આધુનિકતમ એસી એમ્બ્યુલન્સનું આંતરિક અને બાહ્ય દૃશ્ય.

શ્રી ઠાકુરે જણાવ્યું કે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને શ્રીમતી કંસલના માર્ગદર્શનમાં પશ્ચિમ રેલવેનાં રતલામ વિભાગીય દવાખાનામાં તમામ આધુનિક સુવિધાઓ અને પૂરતી જગ્યાવાળી 15 લાખ રૂપિયાના મૂલ્યની એક નવી એર કન્ડીશન એમ્બ્યુલન્સ દાન કરી છે. મુંબઈમાં વીડીયો લીંકનાં માધ્યમથી શ્રીમતી તનુજા કંસલ દ્વારા એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરવામાં આવ્યું અને તેને લીલી ઝંડી પણ બતાવવામાં આવી. આ સુવિધા વિશેષ રૂપથી દવાખાનાથી ખૂબ દૂર રહેનારા રેલવે કર્મચારીઓને કટોકટીની સ્થિતિમાં તત્કાલ તબીબી સેવાઓ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ એરકન્ડીશન એમ્બ્યુલન્સની મુખ્ય વિશેષતાઓમાં દર્દી અને ડ્રાઈવર ઉપરાંત 4 એટેન્ડન્ટોને બેસવાની પૂરતી વ્યવસ્થા અને દર્દીનો એમ્બ્યુલન્સમાં વિના તકલીફે પ્રવેશ અને બહાર નીકળવાની ગોઠવણી માટે યોગ્ય સ્ટ્રેચરની વ્યવસ્થા મુખ્ય રૂપે શામેલ છે.

આ અનોખી પહેલ માટે શ્રીમતી તનુજા કંસલે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનનાં રતલામ એકમના મહિલા અધ્યક્ષ અને તેમની કાર્યશીલ ટીમના પ્રયાસોની પણ પ્રસંશા કરી. આ નવી એમ્બ્યુલન્સ દર્દીઓને કટોકટી સમયમાં ત્વરિત તબીબી સુવિધા સુનિશ્ચિત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે, તેમજ સાથે કટોકટીની સ્થિતિમાં અનિવાર્ય હોવા ઉપર ગંભીર દર્દીઓને રતલામ થી ઈંદોર લઇ જવામાં પણ સક્રિય યોગદાન દેશે. એ નોંધપાત્ર છે કે પશ્ચિમ રેલવે મહિલા
કલ્યાણ સંગઠને અનેક પ્રસંશનીય કાર્ય કર્યા છે અને પશ્ચિમ રેલવેનાં કર્મચારીઓની વિવિધ અને અસંખ્ય કલ્યાણકારી જરૂરીયાતોને પૂરી કરી છે. તો સાથે રાષ્ટ્રીય કટોકટીનાં સમયમાં નાણાકીય યોગદાન અને સમન્વયની સાથે રાહત સામગ્રી આપવામાં પણ ઉદાર અને અગ્રેસર રહ્યું છે.

પ્રદીપ શર્મા,
જનસંપર્ક અધિકારી,
પશ્ચિમ રેલવે, અમદાવાદ