old age vaccine 2 1

વડોદરા જિલ્લા (Vadodara district)માં ૬૦ વર્ષથી ઉપરના ૭૧,૬૭૬ વડીલોને કોરોના આરોગ્ય રક્ષક રસીનો પ્રથમ ડોઝ અપાયો

old age vaccine Vadodara

વડોદરા જિલ્લા (Vadodara district)માં કુલ ૮૯,૪૬૯ નાગરિકોનું રસીકરણ

જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષ સુધીના કો – મોરબિડ ૧૭,૭૯૩ નાગરિકોને અપાઈ રસી

વડોદરા, ૨૪ માર્ચ: વડોદરા જિલ્લા (Vadodara district) આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવા કરેલા આયોજનના પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૮૯૪૬૯ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

વડોદરા જિલ્લાના (Vadodara district)ગ્રામ વિસ્તારોમાં ૨૦૦ ઉપરાંત કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવામાં આવી રહી છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે આ વ્યવસ્થાઓનો ૬૦ + ઉંમરના વડીલો અને ૪૫ થી ૫૯ ની ઉંમરના જોખમી રોગ પીડિતો રસીકરણનો લાભ લઇ રહ્યા છે.તેમને ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષના કો – મોરબિડ એવા ૧૭,૭૯૩ જ્યારે ૬૦ વર્ષ ઉપરના ૭૧,૬૭૬ સહિત કુલ ૮૯,૪૬૯ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

ડો. જૈન જણાવ્યું કે વડોદરા જિલ્લામાં (Vadodara district)રસીકરણ ઝુંબેશ હેઠળ ડભોઇ તાલુકામાં ૯૫૧૫, ડેસરમાં ૪૦૩૭, કરજણમાં ૧૧૩૩૩, પાદરામાં ૧૭૧૫૫, સાવલીમાં ૭૬૨૧, શિનોરમાં ૪૮૭૬, વડોદરામાં ૨૭૧૭૫ અને વાઘોડિયા તાલુકામાં ૭૭૫૭ સહિત કુલ ૮૯,૪૬૯ નાગરિકોને કોરોના આરોગ્ય રક્ષક રસી આપવામાં આવી છે.

ADVT Dental Titanium

રસી લેનારાઓને પાળવાની તકેદારીની સમજણ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાની મોટી આડ અસર વર્તાય તો સેવન કરવા યોગ્ય જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે.અત્યાર સુધી આડઅસર ની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી. તેમણે જણાવ્યું કે કોરોના રસીકરણની આ અગત્યની રાષ્ટ્રીય કામગીરીમાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો તેમજ શિક્ષણ સહિત જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોનો સહયોગ મળી રહ્યો છે.

આ પણ વાંચો…વર્ષ 2008માં અમદાવાદ થયેલા સિરિયલ બ્લાસ્ટ(ahmedabad blast case)ના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, વાંચો સંપૂર્ણ વિગત