Vadodara Collector visit hospital 4

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ આરોગ્ય ચકાસણીની કામગીરી નું કર્યું નિરીક્ષણ

Vadodara Collector visit hospital 4

જિલ્લા કલેકટરશ્રીએ પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લીધી: આરોગ્ય ચકાસણીની કામગીરી નું કર્યું નિરીક્ષણ

વડોદરા,૨૫ સપ્ટેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચના થી પાદરામાં સુપર સ્પ્રેડરની રોકથામ માટે આરોગ્ય ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તેના અનુસંધાને તેમણે આજે પાદરા એ.પી.એમ.સી.ની મુલાકાત લઈને વેપારીઓ,ખેડૂતો અને ગ્રાહકો,અન્ય લોકોની સઘન આરોગ્ય ચકાસણીની કામગીરી નું નિરીક્ષણ કરી,વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે ૪૨ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

Vadodara Collector visit hospital 2

જિલ્લા કલેકટરશ્રી અગાઉ મે જૂનમાં જેઓ પોઝિટિવ આવ્યા હતા અને સારવારથી સાજા થયાં છે એવા વેપારીઓ અને ખેડૂતોને પણ આરોગ્ય તપાસમાં આવરી લેવા સૂચના આપી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું કે કૉવીડ વિષયક વિવિધ પ્રકારના ટેસ્ટ સહિત આરોગ્ય ચકાસણીની કામગીરી ૧૦ દિવસ સુધી કરવામાં આવશે.તાવ માપવાની સાથે ઓક્સિમિટર દ્વારા ઓકસીજનના પ્રમાણની ચકાસણી કરવામાં આવી રહી છે.જરૂરી દવાઓ આપવાની વ્યવસ્થા છે. કૉવીડ ની સાથે ડાયાબિટીસ,હાયપર ટેન્શન જેવા અન્ય રોગોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

Reporter Banner FINAL 1