Vadodara collector visit

Vadodara: ઓકસીજન અને સારવાર વ્યવસ્થાઓને સુદ્રઢ રાખવા તંત્ર સતત કરે છે રાત્રિ જાગરણ

Vadodara: મોડી રાત્રે ગોત્રી ખાતે તાત્કાલિક કોવિડ સારવાર કેન્દ્રનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો

  • એઈમ્સ અટલાદરા કોવિડ હોસ્પિટલ પાસે ઓકસીજન રીફીલિંગ સ્ટેશન બનાવવા સંમત

વડોદરા: ૦૩ મે: Vadodara: વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના નેતૃત્વ હેઠળ તંત્ર કોવિડ સારવારની સુવિધાઓ અને ઓકસીજનની વ્યવસ્થાઓને સુદ્રઢ બનાવવા સતત રાત્રિ જાગરણ કરી રહ્યું છે.તેની એક કડીના રૂપમાં મોડી રાત્રે જી. એમ. ઈ. આર. એસ., ગોત્રીની કોવિડ સારવાર સુવિધાના વિસ્તરણ રૂપે સ્થાપિત ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે કોવિડ તાત્કાલિક સારવાર કેન્દ્રનો, ૧૨ દર્દીઓને દાખલ કરીને ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. ડો.રાવે યુદ્ધના ધોરણે અહીં ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવા માટે એમ.જી.વી.સી. એલ.ના મુખ્ય ઇજનેર અને કર્મયોગીઓની ટીમને બિરદાવી હતી તથા પી.આઇ.યુ.ના પ્રતિનિધિઓ અને તબીબો સાથે પરામર્શ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

ડો.રાવે, રવિવારના દિવસે ઓકસીજન વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા સાવલી, કરજણ અને પાદરા તાલુકાની ઓકસીજન સુવિધાઓનું (Vadodara) જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે નિરીક્ષણ અને પરામર્શ કરી, રિફિલિંગ અને પરિવહનના નેટવર્કને મજબૂત કરવાનો પરિશ્રમ કર્યો હતો.

આ પણ વાંચો…GG Hospital: જામનગરનીજી.જી. હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

તેના ભાગ રૂપે રાત્રે છેલ્લે પાદરા તાલુકાના ગવાસદ ગામે એઇમ્સ ઓકસીજનની મુલાકાત લીધી હતી. આ એકમનો પ્લાન્ટ ખૂબ ક્ષતિગ્રસ્ત હોવાથી ઉત્પાદન શક્ય નથી.તેના વિકલ્પે હાલ આ કંપની શક્તિ એજન્સી અને એર લીકવીડ પાસે થી દૈનિક ૧૫ ટન જેટલો ઓકસીજન મેળવી સિલિન્ડરોનું રીફિલીંગ કરે છે.

તેના સંચાલકો સાથે કંપની દ્વારા અટલાદરાની સત્સંગ સ્થળ હોસ્પિટલ નજીક નવલખી મેદાન જેવી રીફિલીંગ સુવિધા ઊભી કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.જેને માટે કંપની સંમત થઈ છે.આ સુવિધા નજીકની હોસ્પિટલોને ઓકસીજન મેળવવાની સરળતા ની સાથે તેની કટોકટી નિવારવામાં મદદરૂપ બની શકે છે.

ADVT Dental Titanium