JMC Swimming protest

રાવલમાં કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ ખેતરમાં ભરાયેલા પાણીમાં “તરણ સ્પર્ધા મહોત્સવ” યોજ્યો

JMC Swimming protest 2
  • સાની ડેમના દરવાજા તોડી નાખવાના કારણે તકલીફ થઈ
  • વર્તુ ડેમના 20 દરવાજા એક સાથે 6 ફૂટ ખોલવાના કારણે તકલીફ થઈ
  • રાવલમાં થયેલી તારાજી કુદરત સર્જિત નથી માનવ સર્જિત છે
  • તંત્રની બેદરકારીના કારણે રાવલના લોકો તારાજીનો ભોગ બન્યા
  • તરણ સ્પર્ધા મહોત્સવ યોજી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવ્યો
  • નિસહાય ખેડૂતોએ અનોખો વિરોધ કરી તંત્રની આંખ ઉઘડવા પ્રયત્ન કર્યો
  • સતત 70 દિવસ પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોની હાલત કફોડી છે
  • સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

રિપોર્ટ:જગત રાવલ , જામનગર


ખેતરમાં તમે ક્યારેય તરણ સ્પર્ધા જોઈ છે….????

JMC Swimming protest

૦૨ સપ્ટેમ્બર:સ્વિમિંગ પુલમાં તરણ સોરધા હોય, તળાવમાં તરણ સ્પર્ધા હોય, ડેમ માં તરણ સ્પર્ધા હોય, દરિયામાં તરણ સ્પર્ધા હોય પણ ખેતરમાં ક્યારેય નહીં જોઈ હોય આજે રાવલ ના ખેડૂતોએ ખેતરમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ કરી રહયા છે

નોંધનીય બાબત એ છે કે રાવલ એક જ સીઝનમાં 8 વખત બેટમાં ફરવાયું છે ને આ આઠેય વખત પ્રશાસનની ભૂલનો ભોગ રાવલના રહેવાસીઓ, ખેડૂતો બન્યા છે વર્તુ ડેમના 20 દરવાજા એકીહારે 6 ફૂટ ખોલવામાં આવ્યા, સાની ડેમના દરવાજા જ કાઢી લીધા અને સોરઠી નદી બે કાંઠે જતી હોય ત્યારે વર્તુમાં ભેગું કરેલું પાણી એક સાથે છોડવામાં આવ્યું જેના કારણે આ તારાજી થઈ જ્યાં ખેડૂતોના ખેતર હતા ત્યાં નદીઓ થઈ ગઈ અને આ ખેતર રૂપી નદીમાં ખેડૂતોએ તરણ સ્પર્ધા મહોત્સવ યોજી ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો