Vadodara meeting edited

વડોદરા શહેરના તમામ ટ્યુશન(tution) અને કોચિંગ કલાસિસ તાત્કાલિક અસરથી બંધ

tution close meeting

વડોદરા શહેરના તમામ ટ્યુશન (tution)અને કોચિંગ કલાસિસ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવશે: કૉવિડ ગાઈડ લાઈનનો સઘન અમલ કરાવવામાં આવશે

વડોદરા, ૧૮ માર્ચ: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.સ્વરૂપ અને મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને શહેરમાં કૉવિડ વિષયક પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને શહેરના તમામ ટ્યુશન (tution) અને કોચિંગ ક્લાસિસને તાત્કાલિક અસરથી બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVT Dental Titanium


હાલમાં વડોદરાના દવાખાનાઓમાં કોવિડના ૨૨૦૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે હાલમાં આપણી સારવાર ક્ષમતા અંદાજે ૪૫૦૦ બેડની છે. વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હાલમાં ૩૦ ટકા વેન્ટિલેટર પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

મહાનગર પાલિકા વિસ્તારમાં ૮૮૦ ટીમો આરોગ્ય વિષયક ઘર સર્વેક્ષણ કરી રહી છે અને ૩૪ ધન્વંતરિ રથો આરોગ્ય સંભાળ લઈ રહ્યાં છે.
તેમણે નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું કે શહેરમાં કોવિડ કેસો ઝડપથી વધી રહ્યાં છે ત્યારે નાગરિકો જરૂરી તમામ તકેદારીઓ અને સાવચેતીઓનું ચુસ્ત પાલન કરીને સહયોગ આપે.

Whatsapp Join Banner Guj

ખાસ ફરજ પરના અધિકારી આવતીકાલ શુક્રવારના રોજ સવારના ૧૧ વાગે ગોત્રી અને ૧૨.૧૫ વાગે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિ ની સમીક્ષા કરશે.તેઓશ્રી બપોરબાદ ૪ વાગે સયાજી હોસ્પિટલના ઓડીટોરિયમ માં મુખ્ય ખાનગી હોસ્પિટલોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે.

તે પછી સાંજના ૬ વાગે સર્કિટ હાઉસમાં શહેર પોલીસ કમિશ્નર, કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નર સાથે બેઠક યોજીને કોવિડ ગાઈડ લાઈનના પાલનને વધુ સઘન બનાવવા અંગે વિચાર વિમર્શ કરશે.

આ પણ વાંચો…રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા (Medical Student Exam) મોકૂફ રાખવાનો નિર્ણય