Parcel 4

પશ્ચિમ રેલવેની 456 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 3900 ટન થી વધુ દવાઓ અને ચિકિત્સા સામગ્રીઓનું પરિવહન

comb

અમદાવાદ,૧૧ ઓગસ્ટ:પશ્ચિમ રેલવેએ પોતાની પાર્સલ વિશેષ ટ્રેનો અને માલગાડીઓના માધ્યમથી દેશના વિભિન્ન ભાગોમાં અત્યાવશ્યક વસ્તુઓના પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વૈશ્વિક મહામારી કોરોનાવાઈરસને લીધ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તુરંત ચિકિત્સાની જરૂરતવાળા લોકોની મદદ કરવા માટે પણ પશ્ચિમ રેલવે તારણહાર સાબિત થઈ રહી છે, કારણ કે કોવિડ-19ને ધ્યાનમાં લેતાં, પરિવહનનાં અન્ય સાધન પ્રતિબંધિત છે ત્યારે ચિકિત્સકીય આવશ્યકતાઓ પૂરી કરવાનું બહુ મુશ્કેલ હતું. આવા સમયે પશ્ચિમ રેલવે દ્વારા 23 માર્ચ, 2020થી 9 ઓગસ્ટ, 2020 સુધી 3900 ટનથી વધુ દવાઓ અને મેડિકલ તથા સર્જિકલ સામગ્રીઓનું પરિવહન કરાયું છે, કારણ કે પશ્ચિમ રેલવે રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજો અને પોતાના ગ્રાહકોની જરૂરતો માટે હંમેશાં વચનબદ્ધ રહી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર પશ્ચિમ રેલવેએ સંકટ સમયે વિશેષ રીતે પોતાની પાર્સલ વિશેષ ટ્રેનોના માધ્યમથી દવાઓ અને ચિકિત્સા ઉપકરણોની આપૂર્તિ સતત ચાલુ રાખીને ઉચ્ચ માનવીય મૂલ્યોનો પરિચય કરાવ્યો છે. આ ક્રમમાં પશ્ચિમ રેલવે દ્વારા 23 માર્ચ, 2020 થી 9 ઓગસ્ટ, 2020 સુધી લગભગ 3932 ટન દવાઓ અને મેડિકલ સામાન દેશના અલગ અલગ ભાગોમાં પહોંચાડવામાં આવ્યા છે, જેને લીધે રૂ. 1.75 કરોડ નું રાજસ્વ પ્રાપ્ત થયું છે. આમાં દવાઓ ઉપરાંત મેડિકલ અને સર્જિકલ સામાન, જેમ કે, માસ્ક, સેનિટાઈઝર, પીપીઈ કિટ્સ, હાથમોજાં વગેરેનું પરિવહન પણ કરાયું છે. તેમણે જણાવ્યું કે 23 માર્ચથી 9 ઓગસ્ટ, 2020 સુધી કોરોના મહામારીના દુષ્પરિણામો છતાં 456 પાર્સલ વિશેષ ટ્રેનના માધ્યમથી પશ્ચિમ રેલવે દ્વારા 95,000 ટનથી વધુ વજનવાળી વસ્તુઓનું પરિવહન કરાયું, જેમાં કૃષિ ઉચત્પાદન, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે સમાવિષ્ટ છે. આ પરિવહનના માધ્યમથી  રૂ. 30.51 કરોડ રાજસ્વ પ્રાપ્ત થયું છે.

Parcel 4

આ  દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા 71 દૂધ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં લગભગ 54,000 ટનનો ભાર હતો અને વેગનોના 100 ટકા ઉપયોગથી લગભગ રૂ. 9.28 કરોડની મહેસૂલી આવક થઈ છે. આમ, 365 કોવિડ-19 વિશેષ પાર્સલ ટ્રેન લગભગ 32,700 ટન ભાર સાથે વિભિન્ન આવશ્યક વસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી, જેના દ્વારા રૂ. 16.56 કરોડનું રાજસ્વ પ્રાપ્ત થયું છે. ઉપરાંત 8773 ટન ભારવાળી 20 ઈન્ડેન્ટેડ રેક પણ લગભગ 100 ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવી, જેમાંથી રૂ. 4.67 કરોડથી વધુ રાજસ્વ પ્રાપ્ત થયું છે 22 માર્ચથી 9 ઓગસ્ટ, 2020 સુધી લોકડાઉનની મુદત દરમિયાન માલગાડીઓની કુલ 11,625 રેકનો ઉપયોગ પશ્ચિમ રેલવે દ્વારા 23.86 મિલિયન ટન આવશ્યક વસ્તુઓની આપૂર્તિ માટે કરાયો હતો. 22,680 માલગાડીઓને અન્ય ઝોનલ રેલ સાથે ઈન્ટરચેન્જ કરાઈ, જેમાં 11,317 ટ્રેનને સોંપવામાં આવી અને 11,363 ટ્રેનોને અલગ અલગ ઈન્ટરચેન્જ પોઈન્ટો પર લઈ જવાઈ. 10 ઓગસ્ટ, 2020ના પશ્ચિમ રેલવેના પોરબંદર સ્ટેશનથી શાલીમાર માટે એક પાર્સલ વિશેષ ટ્રેન રવાના થઈ.

પ્રદીપ શર્મા,
જનસંપર્ક અધિકારી,
પશ્ચિમ રેલવે, અમદાવાદ