comb 13.8

પશ્ચિમ રેલવે ની 464 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 97 હજાર ટન થી વધુ આવશ્યક વસ્તુઓ નું પરિવહન

comb 13.8

૧૪ ઓગસ્ટ,રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા પુરી કરવા માટે પશ્ચિમ રેલવે  કોઈ કસર છોડી રહી નથી આ કોરોના મહામારી ના કારણે પ્રતિબંધિત પરિવહન માં અતિઆવશ્યક સામગ્રી પુરા દેશમાં ઉપલબ્ધ કરાવી  ગૌરવ ની વાત છે કે પશ્ચિમ રેલવે દ્વારા  અતિઆવશ્યક સામગ્રી પણ, જરૂરી દવાઓ અને મેડિકલ સામાનો પણ પરિવહન હેતુ દેશમાં અલગ-અલગ હિસ્સામાં પહોંચાડી રહી છે. ટાઈમ ટેબલ્ડ વિશેષ પાર્સલ ટ્રેનો ચાલુ રાખીને અત્યાર સુધીમાં કુલ464 ટ્રેનો ચલાવવામાં આવી  છે. 13 08 2020 ને બાંદ્રા ટર્મિનસ થી જમ્મુ તવી પાર્સલ વિશેષ અને પાલનપુરથી હિન્દ ટર્મિનલ માટે એક મિલ્ક સ્પેશ્યલ ટ્રેન એમ કુલ બે પાર્સલ સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે થી રવાના થઈ.

    પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા એક પ્રેસ રિલીઝ  અનુસાર, 23 માર્ચ થી 12 ઓગસ્ટ 2020 સુધી કોરોના મહામારી નો પ્રભાવ હોવા છતાં, 97,000 ટનથી પણ વધુ વસ્તુઓ પશ્ચિમ રેલવે દ્વારા પોતાની 464 પાર્સલ વિશેષ ટ્રેનો ના માધ્યમથી દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવી. જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ જેવી મુખ્ય વસ્તુઓ સામેલ છે. આ પરિવાર ના માધ્યમથી લગભગ 31.5 કરોડ રૂપિયા  રાજશ્વ પ્રાપ્ત થયું. આ સમય દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા 72 દૂધ ની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી, જેમાં લગભગ 54,000 ટન ભાર  હતો અને વેગનો 100 ટકા ઉપયોગથી લગભગ 9.41 કરોડ રૂપિયાનું રાજશ્વ પ્રાપ્ત થયું. આ જ રીતે 370 covid-19 વિશેષ પાર્સલ ગાડીઓ 33 હજાર ટન ભાર સાથે વિવિધ આવશ્યક વસ્તુઓ સાથે પરિવહન માટે ચલાવી, જેના દ્વારા અર્જિત રાજશ્વ  16.98 કરોડ રૂપિયા થયું. આ સિવાય, 9588 ટન ભાર વાળા  22 ઇંદેન્ટન્ડ રેક પણ લગભગ 100% ઉપયોગથી ચલાવ્યા. જેનાથી 5.12 કરોડ રૂપિયા થી વધુ રાજશ્વ પ્રાપ્ત થયું. 22 માર્ચ થી 12 ઓગસ્ટ 2020 સુધી

લોક ડાઉન સમય દરમિયાન માલ ગાડીઓથી કુલ 11890 રેકો નો ઉપયોગ પશ્ચિમ રેલવે દ્વારા 24.47 મિલિયન ટન આવશ્યક વસ્તુ ની પૂર્તિ કરી. 23,235 માલ ગાડીઓને અન્ય ઝોનલ રેલવે સાથે ઇન્ટર ચેન્જ કરી, જેમાં 11603 ટ્રેનો સોપવામાં આવી અને 11632 ટ્રેનો અલગ-અલગ ઇન્ટરચેન્જ  પોઇન્ટ પર લઈ જવામાં આવી. પાર્સલ વેન/રેલ્વે મિલ્ક ટેન્કર (આર એમ ટી) નો મિલેનિયમ પાર્સલ રેક દેશના વિવિધ ભાગોમાં દૂધ પાવડર, તરલ દૂધ અને અન્ય સામાન્ય ઉભોગકતા વસ્તુઓ જેવી આવશ્યક સામગ્રીની માગ પ્રમાણે પૂર્તિ કરવા માટે મોકલવામાં આવી