bhadar 2 3

રાજકોટ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કુલ ૩૩૮ મી.મી. વરસાદ પડી ચુક્યો છે.

bhadar 2 6

રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં થયેલો વરસાદ

સૌથી વધુ વરસાદ ધોરાજીમાં અને સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો

bhadar 2 3

રાજકોટ, તા.૧૪, ઓગસ્ટ:રાજ્યના મોટાભાગના વિસ્તારોની સાથે રાજકોટ જિલ્લામાં પણ મેઘ મહેર થઈ ચૂકી છે. રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થયેલ આંકડાઓ અનુસાર આજરોજ તા.૧૪ ઓગસ્ટના રોજ સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં રાજકોટ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કુલ ૩૩૮ મી.મી. વરસાદ પડી ચુક્યો છે. 

જેમાં સૌથી વધુ ધોરાજી તાલુકામાં ૩૫ મી.મી. અને સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં ૧ મી.મી. પડ્યો છે. તદઉપરાંત ઉપલેટા તાલુકામાં ૩૦ મી.મી., જેતપુર તાલુકામાં ૧૫ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૧૪ મી.મી. અને જસદણ તાલુકામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે.  

bhadar 2 3 1

ભાદર ૨ ડેમ ખાતે સાંજના ૦૫-૦૦ કલાકની સ્થિતિએ કુલ છ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે.  હાલ ૨૪૯૬૪.૫૦ ક્યુસેક પાણી દરવાજામાંથી વહી રહ્યું છે. ભાદર-૨ ડેમ પર કુલ ટોટલ ૨૨ દરવાજા છે. હાલમાં ડેમની સપાટી ૫૩.૧૦ મીટર એટલે કે ૧૭૩૦ એમપી ઍફ.ટી કેપેસિટીએ છે હાલ ૫૩ મીટર લેવલે ડેમ ભરરાયેલો છે. ભાદર ડેમ છલોછલ ભરાઈ જતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર, તાલુકાના ૩૪ ગામોને પાણીની અછત નહી રહે ,એમ ટેકનિકલ સુપરવાઇઝર એસ.આઈ.રાવલે જણાવ્યું છે.