સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યામા હિજરત કરી રહ્યા છે:ડાયમંડ વર્કર યુનિયન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે હીરાઉધોગ બંધ છે જેના કારણે સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યા મા હિજરત કરી રહ્યા છે

છેલ્લા પાંચ દિવસ મા ચાર રત્નકલાકારો એ બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી લીધા છે

ત્યારે કોરોના વાયરસ ના કારણે સુરત ની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે અને હીરાઉધોગ ના રત્નકલાકારો મોટી સંખ્યા મા સંક્રમિત થઈ રહ્યા છે

સુરત,૧૦ જુલાઈ ૨૦૨૦

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કોરોના વાયરસ બાબતે તારીખ:14/02/2020 ના રોજ આવેદનપત્ર પાઠવી સરકાર ને જગાડવા નો પ્રયત્ન કરવા મા આવ્યો હતો પરંતુ સરકારે રજુઆત ને ગંભીરતા થી લીધી નહોતી જેના કારણે આજે આવા દિવસો જોવાનો વારો આપણા સૌનો આવ્યો છે ત્યાર બાદ ફરીવાર તારીખ:18/03/2020ના રોજ હીરાઉધોગ મા રત્નકલાકારો ને એક મહિના નો પગાર આપીને વેકેશન જાહેર કરી દેવા માટે રજુઆત કરવા મા આવી હતી જેને પણ સરકારે ગંભીરતા થી લીધી નહોતી જો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ કરેલ રજુઆત ઉપર ધ્યાન દેવામા આવ્યુ હોત તો સુરત ની હીરા ઉધોગ ની કે રત્નકલાકારો ની હાલત આટલી ખરાબ ના થઇ હોત એવુ અમારુ સપષ્ટ માનવુ છે હીરાઉધોગ મા રત્નકલાકારો એક બીજા થી ખૂબ નજીક બેસીને કામ કરે છે એટલે એમને એ વાત ની ચિંતા પહેલે થી જ હતી કે જો કોરોના વાયરસ નો હીરાઉધોગ મા પ્રવેશ થયો તો તે એટલી હદે ફેલાશે કે એની કલ્પના કોઈએ કરી નહી હોઈ કેમ કે હીરાઉધોગ ની અમુક મોટી કંપની ઓ કે જયાં પાંચ કે સાત હજાર રત્નકલાકારો એક સાથે કામ કરે છે તેમ છતા ત્યા સરકાર ની ગાઈડલાઈન નુ પાલન કરવા મા આવતુ નહોતુ જો તંત્ર ને ફરિયાદ કરીએ તો એને રાજકીયવગ ના જોરે દબાવી દેવા મા આવે એટલુ જ નહી પણ ફરિયાદ કરનાર ને ખોટા પાડવા ના કામ મા તંત્ર લાગી જાય પછી કોરોના સામે લડવુ કે આ લોકો સામે લડવુ એ પ્રશ્ન થાય ??

સરકારી તંત્ર દ્વારા હીરાઉધોગ ને શરૂ કરવા ની મિટિંગો બોલાવવા મા આવે તો તેમા રત્નકલાકારો ના પ્રતિનિધિ ઓ ને બોલાવવા મા ના આવે અને એવા લોકો ને સરકાર ની ગાઈડલાઈન નુ પાલન કરાવવાની જવાબદારી સોંપવા મા આવે છે જે પોતે જ સરકાર ની ગાઈડલાઈન નુ પાલન ના કરતા હોઇ અને જેને કોરોના વાયરસ બાબતે સૌથી વધારે રજૂઆતો સરકાર ને કરી છે એમને બોલાવવા ના પણ નહીં અને એમના સૂચનો પણ ધ્યાને લેવાના નહી ત્યારે આવી રીતે કોરોના સામે ની લડાઈ આપણે જીતશુ ખરા ????

હીરાઉધોગ મા હજી વિકટ પરિસ્થિતિ નુ નિર્માણ થાય એની પહેલા સરકાર અને ઉધોગકારો જાગે અને રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવવા મા આવે અને સરકારશ્રી દ્વારા રત્નકલાકારો ને આર્થિક પેકેજ જાહેર કરવા મા આવે જેથી રત્નકલાકારો ની હિજરત ને રોકી શકાય અને રત્નકલાકારો આવી કપરી પરિસ્થિતિ માંથી બહાર કાઢી શકાય તેમ છે જો સરકાર કે ઉધોગકારો રત્નકલાકારો ને મદદ નહીં કરે તો મોટી સંખ્યા મા રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરીને જીવન ટૂંકાવશે એવી અમને આશંકા છે

જો સરકાર કોરોના વાયરસ બાબતે ભેદભાવ રાખી કે આવી બેદરકારી રાખશે તો આપણે કોરોના ને હરાવવા ને બદલે અંદરો અંદર જ લડતા થઈ જશુ એવી પરિસ્થિતિ ઉભી થશે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત :પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા,ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક,પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા