Jiwa patel

કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર છે

હારશે કોરોના, જીતશે રાજકોટ

Jiwa patel

કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર છે આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ & એસોસિએશનના પ્રમુખશ્રી જીવણભાઈ પટેલનો પ્રેરક સંદેશ

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૨૩ ઓક્ટોબર: સમગ્ર દુનિયામાં ફેલાયેલી કોરોનારૂપી મહામારીના સમયમાં આજી જી.આઈ.ડી.સી.  ઇન્ડસ્ટ્રીઝ & એસોસિએશનના પ્રમુખશ્રી જીવણભાઈ પટેલ પ્રેરક સંદેશ આપતા કહે છે કે,  વિપત્તિ, આપત્તિ અને સંપત્તિ આવે પણ છે અને સમય આવ્યે તે જતી પણ રહે છે. કોરોનાથી ડરવાની નહીં પણ મક્કમ મનોબળથી લડવાની જરૂર છે.

કેટલીકવાર આપણે માસ્ક ન પહેરીને પોતાની અને અન્યોની સલામતીનું ધ્યાન નથી રાખતા અને પોતે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવીએ છે. જેના કારણે આપણા ઘરમાં રહેતા નાના બાળકો, વૃદ્ધો અને આપણી આસપાસના અન્ય લોકોને જોખમમાં મૂકી દઈએ છીએ. આપણે અચૂકપણે સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરીને માસ્ક પહેરવું જોઈએ તથા સામાજિક અંતર પણ જાળવવું જોઈએ.

હાલ આજી જી.આઈ.ડી.સી. માં ૫૦૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. અમે પ્રત્યેક ઇન્ડસ્ટ્રી દીઠ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવાય તે માટેના કેમ્પ કર્યા છે. અને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સૅનેટાઇઝરના મહત્વને પ્રદર્શિત કરતા બેનર પણ લગાડીને આ વિસ્તારના લોકોને કોરોના મહામારી સાથે જાગૃત કરવાનું કાર્ય કર્યું છે.

આપણે સૌ કોરોનાના કપરાં કાળને હસતા મુખે સાવચેતી સાથે પસાર કરીએ. મારી રાજકોટવાસીઓને એક જ વિનંતી છે કે, કોઈપણ જાતના ડર રાખ્યા વિના આપણે સાવચેતી રાખીશું, તો ચોક્કસ ‘‘ હારશે કોરોના અને જીતશે રાજકોટ’’.

******

loading…