jamnagar Mass dharm edited

છોટી કાશીમાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસનો ધાર્મિક ઉલાસ સાથે પ્રારંભ

Mass dharm

જામનગરના પુરુષોત્તમજી ના મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દર્શનાર્થીઓને ગોરમાં પૂજન કર્યું

jamnagar Mass dharm edited

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ચંદ્ર વર્ષમાં ૩૬ મહિના અને ૧૨ દિવસ બાદ એક મહિનો ઉમેરાય છે જે અધિકમાસ થી ઓળખાય છે, છોટી કાશી નું બિરુદ પામેલા જામનગર શહેરમાં આજે પવિત્ર પૂરષોત્તમ માસના પ્રારંભે જુદા જુદા ત્રણ વિસ્તાર મા આવેલા ભગવાન પુરુષોત્તમજી ના મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થી બહેનો દર્શન કરવા માટે ઉમટી પડી હતી, અને પવિત્ર પુરૂષોત્તમ માસ ના દર્શન કરી ને પુરુષોત્તમ માસનો પ્રારંભ કર્યો હતો. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલાક વ્રતધારી બહેનો દ્વારા ગોરમાનું પૂજન અર્ચન કરાયું હતું. જ્યારે પવિત્ર પુરૂષોત્તમ માસની ઉજવણી નિમિત્તે ધારણા-પારણા અને પરસોત્તમ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે

Mass dharm 2

જામનગરમાં હવાઈ ચોક નજીક આવેલા રાજવી પરિવાર ના જામ ધર્માદા સેવા સંસ્થા ટ્રસ્ટ સંચાલિત પરસોત્તમજી ના મંદિરે, ઉપરાંત ગિરધારી ના મંદિર ધનબાઈ ડેલા પાસે આવેલા પરસોત્તમજી મંદિરે અને ચૌહાણ ફળી વિસ્તારમાં આવેલા પરસોત્તમજી ના મંદિરે તેમજ ગૌરી શકર મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર પર આજે દર્શનાર્થી મહિલાઓ ની કતાર જોવા મળી હતી.

Banner City

તમામ મંદિર પરિસરમાં માસ્ક પહેરીને તેમજ હાથે સેનીટાઇઝર લગાવી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો. અને દર્શનાર્થી બહેનોએ પણ તેનું ચુસ્તપણે કોરોના ગાઈડલાઈન નું પાલન કર્યું હતું.

loading…