WhatsApp Image 2020 08 11 at 6.17.34 PM

કોરોના સંક્રમણ વચ્ચે ઘર માં જ રહેલા વિધાર્થી ઓ ની કાળજી લેવાઈ

WhatsApp Image 2020 08 11 at 6.17.34 PM1
  • સૂરત શહેર અને જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ એન.એફ.એસ.એ.એક્ટ ૨૦૧૩ની જોગવાઈ મુજબ
  • લોકડાઉનથી અનલોકમાં ઘરમાજ રહેલા પ્રા. શાળાના બાળકોને અનાજ/રોકડ એલાઉન્સ  સહાય…..
  • પ્રતિ દિવસ દીઠ કુલ ૭૦ દિવસ નું અનાજ અને કુકિંગ કોસ્ટ વિતરણ કરવામાં આવ્યું…..
  • માહે જૂન ના ૨૦ દિવસ નું અનાજ અને કુકિંગ કોસ્ટ વિતરણ કરવાની કાર્ય વાહી હાથ ધરવામાં આવી…..

સુરતઃમંગળવાર: – સૂરત શહેરની મ.ન.પા. સંચાલિત પ્રા. શાળા  માંનોંધાયેલ ૧,૫૮,૬૦૩ વિધાર્થીઓના બેંક ખાતામાં કુકિંગ કોસ્ટ પેટે રૂ ૬,૩,૩૫૮૬૦ (છ કરોડ ત્રણ લાખ પાંત્રીસ હજાર આઠસો સાહિઠનું જમા કરવામાં આવી રહ્યા છે..)
(૨) જિલ્લાની પ્રા.શાળાઓમાં  નોંધાયેલ કુલ.૧૧૧૯૬૬ વિધાર્થીઓના બેંક  કુકિંગ કોસ્ટ ખાતામા રૂ.૪,૫૨,૩૧૧૧૮ /- જમા(ચાર કરોડ બાવન લાખ એકત્રીશ હજાર એકસો અઢાર પૂરા)
કોરોના સંક્રમણના અસાધરણ સંજોગોમાં રાજ્ય સરકારની પ્રા. શાળામાંના બાળકોને પોષણ મળી રહે અને તેઓની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે હેતુથી એન.એફ.એસ.ની જોગવાઈ મુજબ રાજ્ય સરકાર દવારા  સૂરત શહેર અને જિલ્લા શાળાઓ  તેમજ  મધ્યાહન ભોજન બંધ હોવાના કારણે  બાળકો હાલ પોતાના ઘરમાં હોવાથી તેઓને ઘર બેઠા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવો ખોરાક મળી રહે તે માટે અનાજ અને   એન.એફ.એસ. એ.હેઠળ રોકડ  નાણાં  તેઓના બેન્ક ખાતામાં જમા કરવાના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ  આ  કામગીરી  સુરત    જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા કોરોના સંક્રમણ વચ્ચે પૂર્ણ કરવામાં આવી છે. આમ સૂરત શહેર અને જિલ્લા ના બાળકો ને અનાજ  અને ફૂડ સિક્યુરીટી એલાઉન્સ આપવામાં આવ્યું છે
જે અંતર્ગત  ધો.૧ થી ૫ ની શાળામાં નોંધેલ પ્રતિ વિધાર્થી દીઠ પ્રતિ દિવસ કુકિંગ કોસ્ટ રૂ.૪.૯૭ અને ધો છ થી આઠ માં નોંધેલ વિધાર્થી પ્રતિ દિવસ પ્રતિ વિધાર્થી દીઠ કુકિંગ કોસ્ટ  રૂ૭.૪૨, લેખે ચૂકવવામાં  આવ્યું છે

WhatsApp Image 2020 08 11 at 6.17.34 PM

તેમજ ધો. એક થી પાંચમાં  નોંધાયેલ વિધાર્થી દીઠ ઘઉં ૫૦ ગ્રામ અને ચોખા ૫૦ ગ્રામ  દૈનિક મળી કુલ ૭૦ દિવસ ના લેખે  વિતરણ   કાર્ય  બાળકો ના વાલીઓ ને હાજર રાખી વિતરણ કરી દેવામાં આવ્યુ  છે.
એ જ પ્રમાણે ધો.છ થી આઠ ના શાળા માં નોંધેલ વિધાર્થી દીઠ દૈનિક ઘઉં ૭૫ ગ્રામ અને ચોખા ૭૫ ગ્રામ મળી કુલ ૧૫૦ગ્રામ  લેખે કુલ  ૭૦ દિવસ નું અનાજ વિધાર્થીઓના વાલીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
(૩) સૂરત શહેરમાં અનાજ અને એલાઉન્સ વિતરણ
સૂરત  શહેર મ.ન.પા. સંચાલિત શાળાઓમાં  ધો.એક થી પાંચ ના ૪૫૬૯૪ બાળકો ને ૧૫૯.૯૨૯ મેટ્રિક ટન  ઘઉં ચોખા અને છ થી આઠના ૨૯૧૨૨ બાળકોને ૧૫૨.૮૯૦  મેટ્રિક ટન ઘઉં ચોખા વિતરણ કરવામાં  આવ્યા છે  એ જ પ્રમાણે શહેરની  પ્રા. શાળાઓમાં એક થી પાંચ  ૯૮૦૯૦ બાળકોને કુકિંગ કોસ્ટ પેટે રૂ.૩,૨૭,૧૨૮૮૬ ની ચુકવણી કરવામાં આવી રહી છે… એજ પ્રમાણે ધો.૬ થી  ૮ ના ૬૦૫૧૩ બાળકો ને રૂા.૩,૦૬,૨૨૯૭૪ ની ચુકવણી  કરવામાં આવી રહી છે…
  (૪)  સૂરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમા અનાજ એલાઉન્સ વિતરણ
સૂરત જિલ્લાની પ્રા. શાળાઓ માં ધો.એક થી પાંચના ૭૩૨૧૨  બાળકોને ૫૧૨. ૪૮૪ મેટ્રિક ટન  ઘઉં ચોખા  છ થી આઠ ના કુલ  ૪૦૬૫૦ બાળકોને  કુલ   ૪૨૬.૮૨૫ મેટ્રિક ટન ઘઉં ચોખા વિતરણ કરવામાં  આવ્યા હતા, એજ પ્રમાણે  સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ની પ્રા. શાળાઓમાં એક થી પાંચ ૭૮૫૪૬ બાળકોના બેંક ખાતામાં  કુકિંગ કોસ્ટ પેટે રૂ.૨,૪૮,૬૫૦૯૭  ની રકમ  જમા કરવામાં  આવી છે એજ પ્રમાણે ધો.છ થી આઠ  ના કુલ ૪૦૪૨૦ બાળકો ના બેંક ખાતા મા રૂ.૨,૦૩૬૬૦૨૧ની  રકમ જમા કરવામાં આવી છે 
  સુરત જિલ્લા કલેક્ટર શ્રી   ડો.ધવલ પટેલ  ના માર્ગદર્શન હેઠળ  જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજના શ્રી આસ્થા સોલકી અને તેઓની ટીમ દ્વારા આ અનાજ અને કુકિંગ કોસ્ટ ની રકમ  મંજુર કરવામાં આવી હતી.
સુરત જિલ્લા પુરવઠા અધિકારી આસ્થા  સોલંકી દ્વારા જણાવાયું હતું કે, ફૂડ સિક્યુરીટી એલલાઉન્સ હેઠળ કુકિંગ કોસ્ટની રકમ તાલુકા પ્રમાણે  મામલતદારશ્રીના માધ્યમથી  પ્રા.શાળાના બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. વધુમાં અનાજ વિતરણ વેળાએ કોરોના સંક્રમણ  ન થાય તે માટે આરોગ્ય વિભાગની  ગાઈડ લાઇન મુજબ વિધાર્થીઓના વાલીઓ ને જ હાજર રાખી અનાજ વિતરણ કરાયું હતું. એ મુજબ જ જૂન માસના ૨૦ દિવસનું અનાજ અને એલાઉન્સ વિતરણ કરવાની કાર્ય વાહી હાથ ધરવામાં આવી છે