ગુર્જર આંદોલન અને ખેડૂત આંદોલનને કારણે અમદાવાદથી પસાર થતી સ્પેશિયલ ટ્રેનો પ્રભાવિત

Train strike effect. 2


અમદાવાદ, ૦૬ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે રાજસ્થાનમાં હિન્દૌન શહેર – બયાના રેલ ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહ સિંહપુરા વિભાગ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે કેટલીક ટ્રેનોને પણ અસર થઈ છે. ઉપરોક્ત ઘટનાઓને લીધે, પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને તે મુજબ કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ ના સ્થાને રાખવામાં આવી છે.

whatsapp banner 1

અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો
7 નવેમ્બર 2020 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 09027 બાંદ્રા – જમ્મુત્વી ફેસ્ટિવલ સ્પેશિયલ રદ રહેશે.
9 નવેમ્બર 2020 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 09028 જમ્મુત્વી – બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશિયલ રદ રહેશે.

આંશિક રદ થયેલી ટ્રેનો
તા. 05 નવેમ્બર 2020 ની ટ્રેન નંબર 00901 બાંદ્રા – જમમુત્વી પાર્સલ સ્પેશિયલ અંબાલા સુધી ચલાવશે અને 7 નવેમ્બર 2020 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 00902 જમમુત્વી – બાંદ્રા પાર્સલ સ્પેશિયલ અંબાલાથી ચલાવશે. આ ટ્રેન જમમુત્વી અને અંબાલા વચ્ચે રદ રહેશે.

ડાયવર્ટ ટ્રેન
તા. 07 નવેમ્બર 2020 ના રોજ નિઝામુદ્દીનથી ચાલતી ટ્રેન નંબર 02918, નિઝામુદ્દીન – અમદાવાદ સ્પેશિયલ રેવારી – જયપુર – સવાઈ માધોપુર – નાગડા થઈને ચલાવશે.