Narmada Dam

Sardar Sarovar Dam: સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ 2.8 કરોડની કિંમતની થઇ રહેલું વિજ ઉત્પાદન

Sardar Sarovar Dam: કેનાલ હેડ પાવર હાઉસના ૩ યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા. ૫૦ લાખની કિંમતની ૨૫ લાખ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

  • છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન
  • વિજ ઉત્પાદન બાદ ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ આશરે સરેરાશ ૪૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે
  • વિજ ઉત્પાદન બાદ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા હાલમાં દરરોજ આશરે સરેરાશ ૧૫,૫૦૦ ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે

રાજપીપલા, ૦૨ જૂન: Sardar Sarovar Dam: નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨ જી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૮=૦૦ કલાકે ૧૨૩.૦૧ મીટર નોંધાયેલ છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૫,૪૬૩ મીલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે ૨૦ થી ૨૫ સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો હોવાની જાણકારી સરદાર સરોવર ડેમ વિભાગના ઇજનેરશ્રી તરફથી પ્રાપ્ત થઇ છે.

Whatsapp Join Banner Guj

સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટરે હતી. હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૭૮ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

આ પણ વાંચો…Sunday Cycling: કોરોનાકાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલીંગ અભિયાન

તેવી જ રીતે (Sardar Sarovar Dam) ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ૩ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂા.૫૦ લાખની કિંમતનુ ૨૫ લાખ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૧૫,૫૦૦ ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

ADVT Dental Titanium