jenny hill mQVWb7kUoOE unsplash

સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને ફીટ ઈન્ડીયા ફ્રીડમ રનના કાર્યમાં સહભાગી થવા અનુરોધ

સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને સામાજિક અંતર જાળવવાની સાથેફીટ ઈન્ડીયા ફ્રીડમ રનના કાર્યમાં સહભાગી થવા અનુરોધ

jenny hill mQVWb7kUoOE unsplash

જિલ્લાના નાગરિકો પોતાનો અને પોતાના પરિવારજનનો જોગીંગ, રનીંગ અથવા વોકીંગ કરતો ૧ મિનીટનો વિડીયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની  વેબસાઈટ પર જમા કરાવવા અનુરોધ

 માહિતી બ્યુરો,સુરેન્દ્રનગર:જિલ્લા રમત-ગમત અધિકારી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ  પ્રધાનમંત્રી દ્વારા તા.૨૯/૮/૨૦૧૯ના રોજ ભારતના નાગરિકો માટે ફીટ ઈન્ડીયા મુવમેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ છે. પ્રધાનમંત્રીના ‘‘હમ ફીટ તો ભારત ફીટ‘‘ના સુત્રને ચરિતાર્થ કરવા ગુજરાત રાજયના જિલ્લા, તાલુકા શહેર અને ગામના પ્રત્યેક નાગરિક ફીટનેસ અને એકિટવ લીવીંગને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી જણાય છે. ફિટ ઈન્ડીયા મુવમેન્ટ અંતર્ગત એક ફિટ ઈન્ડીયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવેલ છે. ફિટ ઈન્ડીયા ફ્રીડમ રનની કલ્પના સામાજિક અંતર જાળવવા સાથે પોતાને ફિટ રાખવા માટેની અનિવાર્ય આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

            જે અન્વયે તા.૨/૧૦/૨૦૨૦ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી કચેરીના સર્વે અધિકારી/કર્મચારી અને તેમના પરિવાર તેમજ જિલ્લાના નાગરિકો પોતાનો અને પોતાના પરિવારજનનો જોગીંગ, રનીંગ અથવા વોકીંગ કરતો ૧ મિનીટનો વિડીયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી વેબસાઈટ https://sgsu.gujarat.gov.in/ પર જમા કરાવવા અનુરોધ કરવામાં આવે છે. આ બાબતની સુસંગત માહિતી ભારત સરકારશ્રીના પોર્ટલ https:www.fitindia.gov.in/ પર પણ જમા કરાવી તેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે.