JMC Union officer

જેએમસી ના ટેક્નિકલ યુનિયન નો વિજય અંતે ત્રણ ઇન્ચાર્જ અધકારીને કાર્યપાલક ઈજનેર નું પ્રમોશન

JMC Union officer

જામનગર મહાનગરપાલિકા ના ટેક્નિકલ યુનિયન નો વિજય અંતે… ત્રણ ઇન્ચાર્જ અધકારીને કાર્યપાલક ઈજનેર નું પ્રમોશન…

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૦ ઓક્ટોબર: જામનગર મહાનગરપાલિકાના ટેકનીકલ યુનિયન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને લડત શરુ કરવામાં આવી હતી, ટેકનીકલ યુનિયનના અધિકારીઓ અને કર્મચારીઓ હાલ કાળીપટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા અધિકારીઓની ટેકનીકલ યુનિયનની મહેનત રંગ લાવી રહી છે અને જામનગર મ્યુ.કમિશ્નર સતીશ પટેલ દ્વારા ત્રણ અધિકારીઓને ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અને કંટ્રોલીંગ અધિકારીના ચાર્જના હુકમ કરી દેવામાં આવ્યા છે.

જેએમસી ટેકનીકલ યુનિયનના પ્રમુખ પી.સી.બોખાણીને વોટરવર્કસ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અને કંટ્રોલીંગ અધિકારીનો ચાર્જ આપવામાં આવ્યો છે, જયારે જેએમસી ટેકનીકલ યુનિયનના ઉપપ્રમુખ અને પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના નાયબ ઈજનેર ભાવેશ જાની કે જેવો એ વર્ષોથી શહેરના મહત્વાકાંક્ષી અને શહેરની શોભામાં વધારો પ્રોજેકટ માં સફળ કામગીરી નિભાવી છે તે ભાવેશજાનીને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અને કંટ્રોલીંગ અધિકારીનો ઓર્ડર કરવામાં આવ્યો છે

જામનગર મહાનગરપાલિકા માં ત્રણ ઇજનેરો ને કાર્યપાલક ઈજનેર બનાવવામાં આવતા કંટ્રોલીંગ અધિકારીમાંથી સીટી ઈજનેર શૈલેશ જોશીને મુક્તિ આપવામાં આવતા તેમના કામોનું ભારણ પણ ઘટ્યું છે, ટેક્નિકલ યુનિયન ની માંગણી સંતોષાતા મહાનગરપાલિકા સંકુલ માં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.