Bhupendra singh chudasma

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે: શિક્ષણમંત્રીશ્રી

Bhupendra singh chudasma

ગાંધીનગર,૩૦ સપ્ટેમ્બર: ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ૧૦૦ ટકા ફી રાહતની માંગણી કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ૨૫ ટકા ફી રાહતના રાજય સરકારના નિર્ણય સામે વિપક્ષ કોંગ્રેસના નિવેદનજીવી નેતાઓના પાયા વગરના આક્ષેપોની તિવ્ર આલોચના કરતા શિક્ષણમંત્રીશ્રી એફ .આર.સી. અંગે જયારે હાઈકોર્ટ –સુપ્રિમકોર્ટમાં કેસ ચાલતા હતા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીએ શાળા સંચાલકોની વકીલાત કરી હતી . વાલીઓનું વિદ્યાર્થીઓનું હિત ત્યારે કોંગ્રેસના હૈયે નહોતું વસ્યું ? કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના જૂદા –જુદા એવી બેવડી નીતિ છે

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રવકતા મનીષ દોશીએ રાજય સરકારે ખાનગી શાળાઓ માટે ફીમાં ૨૫ ટકા રાહત આપવાના કરેલા નિર્ણય સામે જે બેબુનિયાદ આક્ષેપો કર્યા છે તેની આકરા શબ્દોમાં આલોચના કરી છે શિક્ષણમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે , મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની આ સરકાર હંમેશા શિક્ષણ જગત અને વિદ્યાર્થીઓનું વ્યાપક હિત વિચારનારી સંવેદનશીલ સરકાર છે . પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ૧૦૦ ટકા માફી ફીમાં મળવી જોઈએ તેવી વાત કરે છે પરંતુ પહેલા પોતાના પક્ષના કોંગ્રેસ શાસિત રાજયોમાં ર ૫ ટકા રાહતની જાહેરાત કરે અને પછી અમને શિખામણ આપે તેમ શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું છે

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રી અમિત ચાવડાને એવો વેધક સવાલ કર્યો છે કે , જયારે એફ.આર.સી. અંગે હાઈકોર્ટમાં અને સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે જો કોંગ્રેસને શિક્ષણના હિતની અને વાલીઓની ચિંતા હોત તો વાલીઓના પક્ષે ઉભા રહેવાને બદલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવી જેવા વકીલોએ સંચાલકોની વકીલાત કરી હતી તે અમિત ચાવડા જાણે છે ખરા ?

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે , ગુજરાત સરકારે ફી રાહતનો આ નિર્ણય હાઈકોર્ટના ઠપકા બાદ લીધો છે તેવા શ્રી અમિત ચાવડાએ કરેલા નિવેદન પાયા વિનાના અને વજૂદ વગરના છે .
હકીકત તો એ છે કે , હાઈકોર્ટે સરકારને માત્ર સૂચન કર્યુ છે અને તેનો અમલ રાજય સરકારે વાલીમંડળ અને શાળા સંચાલકોને વિશ્વાસમાં લઈ તેમની સાથે બેઠકોનો દોર ચલાવી અને તેમની સંમતિથી ૨૫ ટકા ફી રાહત આપવાનો નિર્ણય કર્યો છે . શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયું કે , કોંગ્રેસ દેખાડવાના અને ચાવવાના જૂદા જૂદા એવા બેવડા ધોરણ સાથે માત્રને માત્ર પ્રજાની નજરમાં રહેવા માટે જ રાજય સરકારના આ ૨૫ ટકા ફી રાહતના નિર્ણયનો વિરોધ કરી રહી છે .
શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે , મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ સમગ્ર વિષયમાં સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે તે એકદમ વ્યવહારૂ અને યોગ્ય છે . ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકીલાત કરે છે અને પહેલાં ૧૦૦ ટકા ફી રાહતની સત્તાવાર વાત બાદ હવે ૨૫ ટકા ફી માફી જાહેર કરી છે તેવો જે આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા શ્રી મનીશ દોશીએ કર્યો છે .


શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ આક્ષેપનો છેદ ઉડાડતા જણાવ્યું છે કે , અમે હંમેશા શાળા સંચાલકો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓના હિતેચ્છુ જ રહયા છીએ એટલે સંચાલકોની વકીલાત કે રાતોરાત ફરી જવાની કોંગ્રેસી કલ્ચર જેવી ફિતરત અમારી નથી તે મનીષ દોશી અને અમિત ચાવડાએ સમજી લેવું જોઈએ .