Pradip jain

Podcast platform: એન.આઈ.એમ.સી.જે. દ્વારા અંતઃકરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદનો’ પ્રારંભ.

Podcast platform: પોડકાસ્ટ પ્લેટફોર્મ શરૂ કરનારી ગુજરાતની એકમાત્ર સંસ્થા એન.આઈ.એમ.સી.જે બની છે.

અમદાવાદ , ૧૩ જૂન: Podcast platform: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન અને ન્યુઝ૧૮ નવી દિલ્હીના ઈનપુટ એડિટર અમિતાભ સિંહા દ્વારા એન.આઈ.એમ.સી.જે. ના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત અંતઃ કરણ વેબસાઇટ અને નિનાદ – ધી પોડકાસ્ટ નું ઓનલાઇન લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પોડકાસ્ટ પ્લેટફોર્મ શરૂ કરનારી ગુજરાતની એકમાત્ર સંસ્થા એન.આઈ.એમ.સી.જે બની છે.

એન.આઈ.એમ. સી.જે.ના બૅચ-૬ ના વિદ્યાર્થી મોહિત પઢીયાર, અભિલાષ પિલ્લઈ અને બ્રેન્ડેન ડાભીએ મળીને અંતઃ કરણ ડિજિટલ પ્લેટફોર્મની (Podcast platform) શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૨૦ માં કોરોના મહામારીના કારણે અડચણો ઘણી અડચણો સામે આવી હતી. આથી બૅચ- ૧૩ના વિદ્યાર્થીઓ દ્વારા અંતઃ કરણને નવા સ્વરૂપે લોકો સમક્ષ લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ નિનાદ- ધી પોડકાસ્ટ બૅચ-૧૩ ની વિદ્યાર્થીની દ્વારા શરૂ કરવાનો વિચાર આખરે સફળ થયો.જેમાં સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ મળીને પોતાનું યોગદાન આપ્યું છે.

Podcast platform, NIMCJ

અંતઃકરણ એક ઓનલાઈન વેબસાઇટ છે જે સંપૂર્ણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ થકી ચલાવવામાં આવે છે. આ વેબસાઈટ એન.આઈ.એમ.સી.જે.માં ભણતાં વિદ્યાર્થીઓને એક એવી તક આપે છે કે જે તેમને આવનારા ભવિષ્યમાં પત્રકારત્વ ક્ષેત્રે કામ લાગે, અંતઃકરણ એ પત્રકારત્વ પ્રત્યેનાં દરેક કાર્યક્ષેત્રમાં કામ થતાં વિવિધ વિભાગો જેવા કે કન્ટેન્ટ રાઇટિંગ , વેબસાઈટ મેનેજીંગ, ગ્રાફિક ડિઝાઇન, વીડિયો એડીટીંગ, ફોટોગ્રાફી વગેરે જેવાં વિષયો પર કામ કરી અનુભવો સાંકળે છે.

નિનાદ એટલે ધ્વનિ. સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા નિનાદ સ્વરૂપે પોડકાસ્ટની શરૂઆત કરવામાં આવી. જે વિદ્યાર્થીઓને આગળ જતાં બોલવામાં, વાત કહેવામાં, વિષય વ્યક્ત કરવામાં, લાગણી દર્શાવવામાં અને પોતાના અવાજને પોતાનું સાધન બનાવીને કેવી રીતે લોકોને આકર્ષી તેમના મન સુધી પહોંચી શકાય તે શીખવે છે.

Whatsapp Join Banner Guj

Podcast platform: વિદ્યાર્થીઓની મેહનત, ધગશ અને કંઈક નવી કરી બતાવવાની ઇચ્છાને પ્રદીપ જૈન અને અમિતાભ સિંહા દ્વારા બિરદાવવામાં આવી. તથા સિંહાએ પોતાની કારકિર્દીના આધારે કેવી રીતે અલગ-અલગ પરિસ્થિતિનો સામનો કરી આગળ વધવું અને પોતાના કામ પ્રત્યે અડગ રહેવું વગેરે વિશે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિષયને અનુરૂપ પુછાયેલા સવાલોના જવાબ આપવાનો પ્રયાસ પણ અમિતાભ સિંહાએ આપ્યા હતા.

આ પણ વાંચો…G7 summit: PM મોદીએ બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનના આમંત્રણ પર વર્ચ્યુલી સમ્મેલનમાં હાજરી આપી, “વન અર્થ, વન હેલ્થ” નો આપ્યો મંત્ર

આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થા ના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદના ડાયરેક્ટર ડો. શિરીષ કાશીકરની સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઈલા ગોહેલ તથા સંસ્થાના પ્રાધ્યાપક શશીકાંત ભગત, કૌશલ ઉપાધ્યાયે આમંત્રણ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.