Narendra Modi 4

વડાપ્રધાન(PM) નું મોટું નિવેદન, હવે જો બાજી હાથમાંથી છટકી તો બહુ ભારે પડશે.વધુ શું કહ્યું જાણો અહીં…

PM, Narendra MOdi

નવી દિલ્હી ખાતે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ ના વધતા જતા સંક્રમણને રોકવા માટેની બેઠક યોજી હતી. વિડિયો કોન્ફરન્સિંગ થી દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

અમદાવાદ , ૧૭ માર્ચ: વડાપ્રધાને (PM) તેમના ભાષણમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે,દેશમાં વધતા જતા કોરોના કેસ એ ફરીથી ચિંતાનો વિષય છે. પણ સામે રાહતના સમાચાર એ પણ છે કે દેશમાં અત્યાર સુધી ૯૬ ટકા થી વધારે કેસ રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોના કેસ માં ઉછાળો આવતાં તેમણે જણાવ્યું કે, બીજી લહેર ને તુરંત રોકવી  પડશે,અને એ માટે બધાએ પ્રોએક્ટીવ રહેવું પડશે. સાથે સાથે તેમણે જનતામાં ભયનું સામ્રાજ્ય ન ફેલાય તે માટે પણ તકેદારી રાખવાનું સૂચન કર્યું હતું.

ADVT Dental Titanium

વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરવા બાબત બેદરકારી ન રાખવાનું કહ્યું. તેમણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાના કાર્યને ઝડપથી આગળ વધારવા પર જોર આપ્યું હતું. તેમના મતે દેશના દરેકે દરેક રાજ્યમાં આરટી પીસીઆર ટેસ્ટ નો વ્યાપ વધારવો જરૂરી છે. નરેન્દ્ર મોદીએ ચિંતિત સ્વરે જણાવ્યું કે, જો ગામડામાં આ રોગ ફેલાયો તો તેને કાબૂમાં રાખવો અઘરો થઈ શકે છે. કારણ વ્યવસ્થા ઓછી પડશે.

Whatsapp Join Banner Guj

હાલમાં દેશમાં રોજના ૩૦ લાખથી પણ વધુ લોકોને કોરોનાવાયરસ વેક્સિન ના ડોઝ અપાય છે.તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ૧૦ ટકાથી વધારે વેક્સિનનો બગાડ થતા નરેન્દ્ર મોદી ચિંતા વ્યક્ત કરી હતી.અને તે બગાડ રોકવા તેના માટે મોનીટરીંગ કરવાની કડક સૂચના પણ આપી હતી.’ દવાઈ ભી કઢાઈ ભી’નો સૂત્ર આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દવા એટલે કે વેક્સિનેશન લઈ લીધા પછી પણ બેધ્યાન કે બેદરકાર રહેવું નહીં તેમણે માસ્ક પહેરવા, social distance અને hygiene રાખવા બાબતે પણ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો…tinder dating app: ઓનલાઇન જીવન સાથી પસંદગી કરનારા માટે આવ્યું નવું ફિચર, જેમાં કોઈ પણ યુઝર્સનું બૈકગ્રાઉન્ડ જાણી શકશો