રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા તાત્કાલીક પગલા ભરે:ડૉ. મનિષ એમ. દોશી

અખબારી યાદી. ​​​​​​​​તા.૦૯.૦૭.૨૦૨૦રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે. • રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા … Read More

કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લા આયોજન મંડળ અને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ ૮૬૪ જેટલા વિકાસ કામો માટે રૂ. ૧૩.૭૫ કરોડનું આયોજન મંજૂર જિલ્લાના આદિજાતિઓના ઉત્કર્ષની વિવિધ યોજનાઓ માટેરૂ.૩૯૩૦ લાખના ૧૧૬૫ જેટલાં વિકાસ કામો મંજૂર ગાંધીનગર ખાતે … Read More

પ્રધાનમંત્રીએ વારાણસીના વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો

09 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીના એવા વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો હતો જેમણે પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના સમયમાં અહીં રાહત કાર્યોમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ પવિત્ર અને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરનારી નગરી વારાણસીમાં કોરોના મહામારી દરમિયાન આશા અને ઉત્સાહનું કિરણ જગાવવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અહીંના લોકો કેવી રીતે સેવાભાવ સાથે અને હિંમતપૂર્વક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે તે અંગે તેઓ સતત માહિતી મેળવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચેપ નિવારણ માટે લેવામાં આવેલા વિવિધ પગલાં, વિવિધ હોસ્પિટલોની સ્થિતિ, ક્વૉરેન્ટાઇન માટેની વ્યવસ્થા અને વિસ્થાપિત શ્રમિકોના કલ્યાણ માટે કરવામાં આવેલી જોગવાઇઓ સહિત તમામ બાબતે તેઓ માહિતી મેળવી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એવી જુની માન્યતા છે કે કાશીમાં કોઇને ભુખ્યા સુવું નથી પડતું કારણ કે આ શહેર પર માતા અન્નપૂર્ણા અને બાબા વિશ્વનાથના આશીર્વાદ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા સૌના માટે આ ખૂબ જ મોટી સૌભાગ્યની વાત છે કે, આ વખતે ઇશ્વરે આપણને ગરીબોની સેવા કરવા માટે નિમિત્ત બનાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પવિત્ર નગરીમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ ગઇ હોવા છતાં, વારાણસીના લોકોએ સતત ભોજન અને તબીબી પૂરવઠો પૂરો પાડીને પૂરવાર કરી બતાવ્યું છે કે, તેઓ કોરોના સામેની લડાઇમાં અને ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં કોઇનાથી પાછળ નથી. વિવિધ સરકારી અને સ્થાનિક વહીવટીતંત્રના એકમો સાથે સમન્વયમાં રહીને લોકોની સેવામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) એ કરેલી કામગીરીની પ્રધાનમંત્રીએ ઘણી પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટુંકા સમયગાળામાં ખાદ્ય હેલ્પલાઇન અને સામુદાયિક રસોડાનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવું, હેલ્પલાઇનો શરૂ કરવી, ડેટા વિજ્ઞાનની મદદ લેવી, વારાણસી સ્માર્ટ સિટીના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરનો પૂરેપૂરો ઉપયોગ કરવો આ બધુ જ બતાવે છે કે દરેક સ્તરે ગરીબોને મદદરૂપ થવા માટે આ શહેરના દરેક વ્યક્તિમાં સંપૂર્ણ સામર્થ્ય છે. જ્યારે ભોજનનું વિતરણ કરવા માટે કાર્ટ્સની અછત ઉભી થઇ ત્યારે કેવી રીતે પોસ્ટલ વિભાગે આગળ આવીને જિલ્લા વહીવટીતંત્રની મદદ કરી તેનું પણ પ્રધાનમંત્રીએ વર્ણન કર્યું હતું. સંત કબીરદાસના ઉપદેશનો ઉલ્લેખ કરતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જે સેવા કરે છે તે ક્યારેય સેવાના ફળની આશા નથી રાખતા, તેઓ સતત દિવસ અને રાત સેવા જ કરે છે! પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક નિષ્ણાતો ભારતમાં ઘણી વધુ વસ્તી અને બીજા અન્ય પડકારોને આગળ ધરીને કોરોના મહામારી સામે લડવાની ભારતની ક્ષમતાઓ સામે સવાલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકોએ એકબીજાને આપેલા સહકાર અને તેમના સખત પરિશ્રમના કારણે ઉત્તરપ્રદેશમાં 23થી 24 કરોડ લોકોમાં ચેપ ફેલાવાના ભયને ઘટાડી શકાયો છે. તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં હવે આ બીમારીના ફેલાવાની ઝડપ અંકુશમાં આવી ગઇ છે અને જેમને કોરોનાનો ચેપ લાગેલો છે તે દર્દીઓ પણ ઝડપથી સાજા થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડી રહી છે અને અંદાજે 80 કરોડ લોકોને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે જેમાં માત્ર વિનામૂલ્યે રાશન અથવા સિલિન્ડર જ નથી આપવામાં આવતા, પરંતુ અન્ય ઘણા લાભો પણ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની સરખામણીએ બમણી વસ્તી ધરાવતું ભારત ગરીબો પાસેથી એક રૂપિયો પણ લીધા વગર તેમની સેવા કરી રહ્યું છે. હવે આ યોજના નવેમ્બર મહિનાના અંત સુધી એટલે કે દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારાણસીમાં વિવિધ કારીગરો જેમાં ખાસ કરીને વણકરો તેમજ વેપારીઓ અને વ્યાવસાયિકોને હાલમાં જે વિવિધ પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે નિવારવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રૂપિયા 8000 કરોડના મૂલ્યની વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પરિયોજનાઓનો ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગ્લોબલ વીકના પ્રારંભિક સત્રને સંબોધન કર્યું

ભારત આંતરરાષ્ટ્રીય સુધારામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છેઃ પ્રધાનમંત્રી 09 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ઇન્ડિયા ગ્લોબલ વીકનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું … Read More

जम्मू-कश्मीर में सामरिक दृष्टि से महत्वपूर्ण छह पुलों का ई-उद्घाटन

रक्षा मंत्री श्री राजनाथ सिंह ने जम्मू-कश्मीर में सामरिक दृष्टि से महत्वपूर्ण छह पुलों का ई-उद्घाटन किया 09 JUL 2020 by PIB Delhi जम्मू-कश्मीर में अंतर्राष्ट्रीय सीमा (आईबी) और नियंत्रण … Read More

‘આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ’નો કર્યો પ્રારંભ:કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારનું ચાઇનીઝ મોબાઇલ એપ પર ડીજીટલ સ્ટ્રાઇક બાદ વધુ એક સરાહનીય પગલું, ‘આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ’નો કર્યો પ્રારંભ દેશના યુવાનોને મળ્યો છે ‘મેક ઇન ઇન્ડિયા’નો મંત્ર, ટેકનોલોજી અને … Read More

જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ દ્વારા નવાનીર ના વધામણાં કરાયા.

જામનગરમાં મેઘરાજા એ માત્ર 24 કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે. રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં … Read More

સૌરાષ્ટ્રમાં પ્રથમ પ્લાઝમા ડોનેશન ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ જામનગરમાં કરાયું

જી.જી.હોસ્પિટલના થર્ડયર રેસિડન્ટ ડો.પ્રિયાંક બત્રાએ પ્લાઝમાનું દાન કર્યુ રિપોર્ટ:જગત રાવલ,જામનગરજામનગરમાં હાલ કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે. ત્યારે જી.જી.હોસ્પિટલ દ્વારા કોરોના ક્રિટીકલ દર્દીઓને બચાવવા અને નિરોગી બનાવવા પ્લાઝમાની સારવારનો પ્રારંભ કરવામાં … Read More

જિયો ફાઇબર યુઝર્સને લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ તદ્દન નિઃશુલ્ક મળશે

મુંબઈ, 08 જુલાઈ જિયોફાઇબર યુઝર્સ હવે હોલિવૂડની બ્લોકબસ્ટર અને અન્ય ભાષાઓની ફિલ્મોનો આનંદ માણી શકશે. જિયોએ જાહેરાત કરી છે કે, વિવિધ ભાષાઓ અને વિષય વૈવિધ્ય ધરાવતા પ્લેટફોર્મ લાયન્સગેટ પ્લેના પ્રીમિયમ કન્ટેન્ટની આખી લાયબ્રેરીનો એક્સેસ જિયોફાઇબર યુઝર્સને મળશે. લાયન્સગેટમાં 7500 અનોખા પ્રીમિયમ ટેલિવિઝન એપિસોડ્સ અને સ્ટાર્ઝ ઓરિજિનલ સિરિઝની, ફર્સ્ટરન મૂવીઝ અને અન્ય કાર્યક્રમો સહિતનો મનોરંજનનો રસથાળ પણ મળશે. આ ઉપરાંત લાયન્સગેટ પ્લે તમારા માટે હોરર, કોમેડી, ડ્રામા, એક્શન, થ્રિલર અને ડોક્યુમેન્ટ્રી સહિત અનેક વિષય વૈવિધ્ય ધરાવતી મૂવીઝનો વિશાળ ખજાનો તમારી સમક્ષ રજૂ કરે છે. ઇંગ્લિશ ઉપરાંત, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને ભોજપુરી સહિતની ભાષાઓની બ્લોકબસ્ટર મૂવીઝ પણ તેમાં હોય છે. જિયોફાઇબર યુઝર્સના નવા અને પ્રવર્તમાન ગ્રાહકો કે જેમણે મલ્ટીમન્થ સિલ્વર કે તેનાથી ઉપરનો પ્લાન સબસ્ક્રાઇબ કર્યો હોય તેમને લાયન્સગેટ પ્લેનું કન્ટેન્ટ નિઃશુલ્ક માણવા મળશે. જિયોફાઇબર યુઝર્સ તેમના જિયો સેટટોપ બોક્સમાં જિયોટીવી+ એપ પર લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ એક્સેસ કરી શકશે. તેના માટે અલગથી લોગઇન કે એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી. ગોલ્ડ પ્લાનમાં તો સંખ્યાબંધ સેવાઓ ઉપલબ્ધ છે. જે જિયોફાઇબર યુઝર્સ વધુ પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માગતા હોય તેમણે ગોલ્ડ પ્લાનની પસંદગી કરવી યોગ્ય રહેશે, જેમાં તેમને વધુ સ્પીડ સાથે વધુ બ્રોડબેન્ડ ડેટા તો મળશે જ સાથે સાથે પ્રીમિયમ ઓટીટીઝનો રસથાળ પણ ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં યુઝર્સને 250 Mbpsની ડેટાસ્પીડ, અનલિમિટેડ ઇન્ટરનેટ (પ્રતિ મહિને 1,750 GB સુધીનો ડેટા), ભારતમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, સૌથી ઓછા દરે ઇન્ટરનેશનલ કોલિંગ અને અન્ય ફિચર્સ પણ મળશે. તેના દ્વારા એનીટાઇમ ટીવી (ભારતનું સૌથી મોટું કન્ટેન્ટ ડેસ્ટિનેશન) સાથે પ્રીમિયમ ઓટીટી એપ્લિકેશન જેવી કે લાયન્સગેટ પ્લે, ઝી ફાઇવ, એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્ટાર, સોનીલિવ, સનનેક્સ્ટ, વૂટ, ઓલ્ટબાલાજી, હોઇચોઇ, શેમારૂમી, જિયોસિનેમા અને જિયોસાવનના એક્સેસનો પણ સમાવેશ થાય છે. ગોલ્ડ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કોલિંગ અને કોન્ફરન્સિંગ (ટીવી વીડિયો કોલિંગ પણ સમાવિષ્ટ), અનલિમિટેડ મ્યુઝિક અને ગેમિંગ તથા જિયોની તમામ એપ્લિકેશન્સનો અનલિમિટેડ એક્સેસ યુઝર્સને મળે છે.

કોરોનાની સારવાર માટે વપરાતી દવાના વધુ ભાવ લઈને કરાતા નફાખોરીના કૌભાંડનો પર્દાફાશ

કોરોનાની સારવાર માટે વપરાતી અત્યંત જરૂરી દવાની કાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની લાલ આંખ સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા નફાખોરીના કૌભાંડનો પર્દાફાશ … Read More