oxygen exp 4

Oxygen train: પશ્ચિમ રેલ્વે દ્વારા 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને 9 રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો 8971.૧9 ટન પ્રાણવાયુ

Oxygen train: આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા, દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન આપવામાં આવ્યું હતું,

 અમદાવાદ , ૨૬ જૂન: Oxygen train: ભારતીય રેલ્વેએ દેશભરના વિવિધ રાજ્યોમાં મિશન મોડમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડીને રાહત આપવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.  આ જ ક્રમમાં, પશ્ચીમ રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની સદી ફટકારી છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કાંસલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, પ્રતિકૂળ સંજોગો હોવા છતાં, રેલવેના કર્મચારીઓ અને અધિકારી ઓ દ્વારા રાત-દિવસ મહેનત કરીને પ્રાધાન્ય ધોરણે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી, પરિણામે આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ પશ્ચિમ રેલ્વેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen train) ચલાવીને લક્ષ્ય હાંસલ કર્યું છે અને અત્યાર સુધીમાં આશરે 8971.19 ટન પ્રાણવાયુ દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં પૂરા પાડવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં લગભગ 8971.19 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન નવીન પ્રયત્નોથી BWT વેગનમાં RO-RO સેવા અંતર્ગત ઓક્સિજન ટેન્કરોથી ભરેલી ટ્રક લોડ કરીને 25 એપ્રિલ, 2021 ના રોજ રાજકોટ ડિવિઝનમના હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર) માટે રવાના થઈ હતી. 

આ પણ વાંચો…Covid 3rd Wave: કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તંત્રની તૈયારી- સીનીયર સીટીઝન અને બાળકોના સર્વે પર ધ્યાન કેંદ્રિત કરાશે

ત્યારબાદ, 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen train) પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત કરવામાં આવી છે.  26 જૂન 2021 ના રોજ, પશ્ચિમ રેલ્વેની 100 મી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનને આંધ્રપ્રદેશના ગુંટુર માટે રાજકોટ ડિવિઝનના રિલાયન્સ રેલ ટર્મિનલ કાનાલુસથી રવાના કરવામાં આવી હતી, જેમાં 8 ઓક્સિજન ટેન્કરમાં 137.21 ટન ઓક્સિજન પરિવહન કરવામાં આવ્યું હતું. વહેલી તકે તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ને અગ્રતા પર અવિરત માર્ગ પર ચલાવવામાં આવી રહ્યું છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen train) દ્વારા, દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન આપવામાં આવ્યું હતું, જેનાથી ઘણા નાગરિકોના કિંમતી જીવ બચાવવામાં આવી શક્યા.  ભારતીય રેલ્વે ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને ટૂંક સમયમાં શક્ય તેટલું લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવા પ્રતિબદ્ધ છે.