oxygen cylinder

Oxygen distribution: નમ્રમુનિ મહારાજ પ્રેરિત જામનગરના પારસધામ માંથી ઓક્સિજન વિતરણ શરૂ કરાયું.

Oxygen distribution: પારસધામ દ્વારા સૌરાષ્ટ્રભર ના કોરોના દર્દીઓ માટે ઓકસીજન સહાય ની શરૂઆત કરવાં આવી છે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ એપ્રિલ:
Oxygen distribution: જામનગર ના જૈન સમાજ દ્વારા કોરોના મહામારી ને ધ્યાને રાખી ને સૌરાષ્ટ્ર ભરમાં કોરોના દર્દીઓ માટે ઓકસીજન સિલિન્ડર આપવાની સેવા ની શરૂઆત કરવામાં આવી છે જે કોઈપણ કોરોના દર્દીને ઓકસીજન સિલિન્ડર ની જરૂર હોય તે દર્દીનુ આધારકાર્ડ આપી ઓકસીજન સિલિન્ડર મેળવી શકે છે

Whatsapp Join Banner Guj

જામનગર માં પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા થી પરમ યુવા સેવા ગ્રૂપ ના સંયુક્ત ઉપક્રમે જામનગર ના દિપક ટોકીઝ પાસે આવેલ પારસધામ દ્વારા સૌરાષ્ટ્રભર ના કોરોના દર્દીઓ માટે ઓકસીજન સહાય (Oxygen distribution) ની શરૂઆત કરવાં આવી છે પારસધામ દ્વારા જામનગર રાજકોટ અમદાવાદ જુનાગઢ તમામ જગ્યાએ ઓકસીજન સહાય આપવાનું ચાલુ કરેલ છે

Oxygen distribution

જે કોરોના દર્દી ને ઓકસીજન સિલિન્ડર (Oxygen distribution) ની જરૂરિયાત હોય તે કોરોના દર્દી નું આધારકાર્ડ આપી અને રૂપિયા 15000 રીફેન્દેબલ જમા કરાવવાના હોય છે જે સિલિન્ડર પરત કરયાબાદ સંસ્થા દ્વારા 15000 રૂપિયા પરત આપી દેવામાં આવે છે હાલ પારસધામ દ્વારા 10 થી વધુ કોરોના દર્દીઓને ઓકસીજન સિલિન્ડર ની સહાય આપવામાં આવી છે તેમજ અન્ય દર્દીઓને પણ સિલિન્ડર ની જરૂરિયાત હોય તો મદદ લેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…કોરોના પોઝિટિવ(covid-19 positive) આવ્યા બાદ દર્દીએ શું હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? આવા પ્રશ્નોનો જવાબ મેળવવા જુઓ આ વીડિયો

ADVT Dental Titanium