દેશના મુખ્ય સમાચારો (News flash) પર એક નજરઃ એક સાથે વાંચો દેશની મહત્વની ખબરો

ગોધરા નગરપાલિકામાં AIMIM કેવી રીતે સત્તા મેળવી ?

News flash

અમદાવાદ , ૧૮ માર્ચ: News flash: ગોધરા નગરપાલિકામાં ઓવૈસીની AIMIM અને અપક્ષે સાથે મળી સત્તા મેળવી

1.વેક્સિન લીધી એટલે ચિંતાની જરૂર નથી એવુંના વિચારતા: ડો. ગુલેરિયા

News flash:ટેસ્ટિંગ, આઈસોલેશનને લઈને જે આપણી પોલિસી હતી તે પણ ખૂબ જ જરૂરી.તેમણે એમ કહ્યું કે આપણે એ સમજવું જોઈએ કે વેક્સિન એક હથિયાર છે. જે પ્રભાવી રહેશે. પરંતુ તે ત્યારે પ્રભાવી ગણાશે જ્યારે વધુને વધુ લોકોમાં વેક્સિનેટિંગ થશે. આપણે હાલમાં તે સ્થિતિ પર નથી પહોંચ્યા. જ્યાં સુધી વેક્સિનેશનનો નંબર વધારે નહીં થાય ત્યાં સુધી કોરોનાને લઈને સાવધાનીઓ રાખવી ખૂબજ જરૂરી છે. સાથે જ ટેસ્ટિંગ, આઈસોલેશનને લઈને જે આપણી પોલિસી હતી તે પણ ખૂબજ જરૂરી છે.

2. મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ ફુટ્યો
News flash:એક્જ દિવસમાં 23 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા 84ના મોત નીપજ્યાવડાપ્રધાન મોદીની વાત સાચી પડી
વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના ગયો નથી ડબલ તાકાતથી પાછો ફર્યો મેચ અને નેતાઓના તાયફાઓએ કોરોના વકરાવ્યો?

3.અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ગંભીર
News flash: વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દવાઇ ભી કડાઇ ભી પરંતુ તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે

4.ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ પૈકી
ભરૂચમાં 21, મહેસાણામાં 19, જામનગરમાં 19, ખેડામાં 18, પંચમહાલમાં 18, વડોદરામાં 17, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, આણંદમાં 13, દાહોદમાં 12, નર્મદામાં 12, સાબરકાંઠામાં 10, છોટાઉદેપુરમાં 9, અમરેલીમાં 8, જૂનાગઢમાં 12, મહીસાગર, મોરબીમાં 8-8, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં 4-4, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ2-2. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 1-1 નોંધાયો છે.

ADVT Dental Titanium

5.ભાજપમાં ભડકો, રાજેશ રાઠવા 8 સભ્યો સાથે પલાયન
તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો થયો છે. પ્રમુખ પદને લઇને રાજેશ રાઠવાએ બળવો કર્યો છે. રાજેશ રાઠવા 8 સભ્યો સાથે પલાયન થયા હતા. ભાજપે પ્રમુખ પદ માટે જયસિંહ રાઠવાને મેન્ડેટ આપ્યુ છે. તાલુકા પંચાયતની કુલ 26માંથી ભાજપ પાસે 20 અને કૉંગ્રેસ પાસે 6 બેઠક છે.

6.વલસાડ નગરપાલિકાનું વીજ પ્રવાહ કાપી નંખાયો
નગરપાલિકા દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરાતા નગરપાલિકાની બતી ગુલ થઇ ગઇ છે. અંદાજે છેલ્લા 5 વર્ષથી વોટરવર્ક્સ તથા નગરપાલિકા કચેરીનું બિલ ન ભરાતા કાર્યવાહી કરાઇ છે. 8.7 કરોડ રૂપિયાનું બિલ બાકી હોવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાર્યવાહી કરાઇ છે. વીજ પ્રવાહ બંધ કરી દેવાતા નગરપાલિકાના કામકાજ ઠપ્પ થયું છે. હાલ તો કર્મચારીઓને અંધારામાં બેસવાનો વારો આવ્યો છે.

7. ધાનેરાના બાપલા ગામે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ધાનેરા તાલુકાના બાપલા ગામે દબાણ હટાવવાની ઝૂંબેશ શરૂ કરાઇ છે. ટીડીઓ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાપલા ગામના વર્ષો જૂના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. દબાણ હટાવવાની કામગીરીના પગલે બાપલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અને સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

8. ગર્ભપાતની મંજૂરી વાળુ બિલ બન્ને સંસદમાં પાસ
રાજ્યસભાએ મંગળવારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી ખરડો બિલ પસાર કર્યું હતું. આ બિલમાં, ગર્ભપાત માટેની માન્ય કાનૂની મર્યાદા હાલના 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે આ બિલ ઘણી ચર્ચા બાદ લાવવામાં આવ્યું છે. ગયા વર્ષથી આ બિલ બાકી હતું કારણ કે લોકસભાએ તેને ગયા વર્ષે જ પસાર કર્યું હતું

9.તુલી બેનર્જીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી
આમ આદમી પાર્ટીના સ્ટેટ પ્રવક્તા તુલી બેનર્જીએ અમદાવાદના સાયબર ક્રાઇમ સેલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા શખ્સો દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી. બેનર્જીએ રૂરલ સાયબર ક્રાઇમ મકરબા પોલીસ સ્ટેશન કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે તેમનો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો હતો અને ગુજરાતીમાં “અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી” પોસ્ટ કરી હતી

10.દેવ પક્ષની થઇ ભવ્ય જીત
વડતાલ શ્રી સિદ્વાંત પક્ષ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાતા દેવપક્ષ અને સત્સંગી વિભાગ વચ્ચે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં દેવપક્ષની જીત થઇ હતી. બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી સવારે શરૂ થયેલ મતગણતરીનું પરીણામ મોડી રાતે પૂર્ણ થયું હતું. વિજેતા ઉમેદવારો દેવ પક્ષના પ્રદિપભાઇ બારોટને 32808 મત, શંભુભાઇ કાછડીયાને 32739 મત, સંજયભાઇ પટેલને 32840 મત, મહેન્દ્રભાઇ પટેલ 32583 મત મેળવી વિજેતા થયા હતા

11. સુરતમાં 7 દિવસના હોમ ક્વોરન્ટાઇનના નિર્ણયમાં ફેરફાર, જાહેર થયું નવું જાહેરનામું
સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો પડી રહ્યો છે. આજે મ્યુનિ.એ બપોરે 12 વાગ્યે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ ક્વોરન્ટાઇન કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત કોરોન્ટાઈન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું.

12.સુરતના આ વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરાતા વેપારીઓમાં રોષ
સુરતમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારાના પગલે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા શાકમાર્કેટને બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે નાના શાકભાજીના વેપારીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.જો કે, પાલિકા તંત્રની આ કામગીરી સામે શાકભાજીના વેપારીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે,નેતાઓના ઇશારે માર્કેટ બંધ કરાવવામાં આવ્યું છે. કોરોના કાળમાં માત્ર સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણીના સમયે કોઇને કોરોના નડ્યો ન હોતો. પરંતુ સામાન્ય ધંધા-વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સામાન્ય નાગરિકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે

Whatsapp Join Banner Guj

13.વધુ એક સરકારી કંપનીને લાગ્યું ખંભાતી તાળુ
વધુ એક સરકારી કંપનીને બંધ કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી મારી દીધી છે. મંગળવારે કેબિનેટની બેઠકમાં લાંબા સમયથી ખોટમાં ચાલી રહેલી હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલુમ્સ એક્સપોર્ટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ (HHEC) ને બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

14. ગોધરા નગરપાલિકામાં ઓવૈસીની AIMIM અને અપક્ષે સાથે મળી સત્તા મેળવી
ગોધરા નગરપાલિકામાં જે વાતની સંભાવના અને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, તે જ બન્યું. અપક્ષ ઉમેદવારોએ ભાજપને સપોર્ટ ન કરતા ગોધરા નગરપાલિકા પોતાના હાથમાંથી ગુમાવવાનો વારો આવ્યો અને અપક્ષ તથા ઔવેસીની પાર્ટીએ ગોધરા પાલિકા પર કબ્જો કર્યો છે. નગર પાલિકાની ચુંટણીમાં બહુમતી ન મળતા ભાજપ, અપક્ષ અને AIMIM વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. કુલ 44 બેઠકો ધરાવતી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને 18,અપક્ષને 18, AIMIMને 7 અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. જે બાદ આજે પાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી પહેલા જ ભાજપ ના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.Z

15.હિમાચલના નેતા રામસ્વરૂપ શર્માનું મોત; મૃતદેહ ટિંગાતો હતો
ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું સંદિગ્ધ સ્થિતિમાં દિલ્હીમાં મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તેમના સ્ટાફે ફોન કરીને સુચના આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ ફાંસીના ફંદા પર લટકેલા હતા અને દરવાજો અંદરથી બંધ હતો. માનવામાં આવે છે કે તેઓએ આત્મહત્યા કરી છે. તો તેમના મોતના સમાચાર બાદ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. તેમના નિધનના કારણે બુધવારે થનારી ભાજપની સંસદીય દળની બેઠક રદ કરવામાં આવી હતી.

16.પોલીસ કમિશનર પરમવીર સિંહને પદ પરથી હટાવાયા
મહારાષ્ટ્ર સરકારે એન્ટીલિયા કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અને તેમની જગ્યાએ હેમંત નાગરાલેને મુંબઈના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. તેઓ 1987ની બેંચના IPS અધિકારી છે. કમિશનર પદેથી હટાવવામાં આવ્યા બાદ પરમવીર સિંહને ગૃહ રક્ષક દળના DG બનાવવામાં આવ્યા છે. જ્યારે નાગરાલેને કમિશનર બનાવવામાં આવતા રજનીશ સેઠને મહારાષ્ટ્રના DGP પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સવાલ – ખરાબ રેકોર્ડ હોવા છતાં સચિન વઝેને જવાબદારી કેમ સોંપાઈ

17. તા.૩૧ માર્ચ સુધી રાત્રીના ૧૦.૦૦ થી સવારના ૬:૦૦ સુધી હરવા ફરવા પર પ્રતિબંધ
સુરત શહેરમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તેમજ રાજય સરકારના દિશા-નિર્દેશો અનુસાર શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૭/૩/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૧ દરમિયાન રાત્રીના ૧૦.૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી શહેર કમિશનરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવા, કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિયમો કેટલીક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ /સંસ્થાઓને હુકમ પાલનમાંથી મુકિત આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

18.સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારો
તેવી રીતે પોલિસ કમિશનરની હદવિસ્તાર સિવાયના સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારો માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે એક જાહેરનામાં દ્વારા તા.૩૧/૩/૨૦૨૧ સુધી રાત્રીના ૧૦:૦૦ થી સવારે ૬ઃ૦૦ વાગ્યા દરમિયાન રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી. તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું અથવા પગપાળા કે વાહને મારફતે હરવું-ફરવું પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે નિયત કરેલ સંસ્થા/વ્યકિતઓને મુકિત આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

19. સુરત મનપા આવ્યું હરકતમાં તમામ દુકાનો બંધ કરાવી
દેશમાં કોરોનાએ ત્રીજી વાર માથું ઉચક્યું છે, ત્યારે હવે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કોરોના સંક્રમણ વધવાના કારણે સુરત મનપા હરકતમાં આવ્યું છે. ઉધના ઝોન દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમામ દુકાનો બંધ કરાવી હતી. મનપા અધિકારીઓએ શાક માર્કેટ પણ બંધ કરાવ્યું હતું. લોકો એકત્ર થતાં કાર્યવાહી શરૂ કરી હતી. રાજકીય મેળાવડામાં આંખ મિચામણા પણ સામાન્ય પ્રજાને ફટકાર પડવાથી પણ લોકો રોષે ભરાયા છે.

20. ચારધામની યાત્રા: માટે જાહેર થયા સસ્તા પૈકેજ
ચારધામની યાત્રા કરવા માગતા લોકો માટે હાલ સારા સમાચાર આવ્યા છે. ઈંડિયન રેલ્વે કૈટરીંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશન લિમિટેડ હિમાલયન ચાર ધામ યાત્રા 2021 માટે સારામાં સારા ટૂર પૈકેજ લઈને આવ્યું છે. જે અંતર્ગત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન કરવામાં આવશે.

21. ચાર ધામ યાત્રા માટેના પેકેજ
આઈઆરસીટીસી દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવેલી જાણકારી મુજબ 11 રાત્રિ અને 12 દિવસના ટૂર પેકેજનું ભાડૂ 43850 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. તો વળી બે ધામ યાત્રા માટે 37800 રૂપિયા ખર્ચ લાગશે. જ્યારે હરિદ્વારથી યાત્રા માટે જતા મુસાફરોને 40100 રૂપિયામાં ચાર ધામ જ્યારે 34650 રૂપિયા બે ધામની યાત્રાનો ખર્ચ થશે. ખાસ વાત એ છે કે, કોરોના મહામારીના કારણે એક ગ્રુપમાં ફક્ત 20 યાત્રિકોને જ ચારધામ લઈ જવામા આવશે. ટૂર પેકેજમાં થ્રી સ્ટાર હોટલમાં રોકાવાનું અને ભોજનની વ્યવસ્થા પણ શામેલ છે.
આવી રીતે કરાવો બુકીંગ ચાર ધામ યાત્રા માટે IRCTCની સત્તાવાર વેબસાઈટ irctctourism.com પર જઈને બુકીંગ કરી શકાશે. સાથે જ કોઈ પણ પ્રકારની જાણકારી માટે આઈઆરસીટીસી દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર 9717641764, 8287930908, 8287930909, 8595930981 અને 8287930910 પર સંપર્ક કરી શકાશે.

22.ઘરના એક સભ્યને સરકારી નોકરી, કેબલ, ગેસ, ટેબલેટ અને વોશિંગ મશીન ફ્રી
ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટેના વાયદાને લઈને તામિલનાડુના રાજકીય પક્ષો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તામિલનાડુમાં આ વખતે યોજાનારી ચૂંટણીમાં પણ વાયદાઓનો વરસાદ થઈ રહ્યો છે. ભાજપ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહેલી સત્તાધારી પાર્ટી એઆઈએડીએમકેએ તો વાયદાઓનો પટારો ખોલી નાંખ્યો છે. એઆઈએડીએમકેએ જાહેર કર્યું છે કે, દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે, ઉપરાંત એક વોશિંગ મશિન અને ગરીબ પરિવારોને ફ્રી કેબલ કનેક્શન પણ અમે આપીશું.

23. દુલ્હને પતિ પાસે ગિફ્ટમાં એવું માગ્યું કે લોકો કરી રહ્યા છે મહિલાના વખાણ
મોટા ભાગે પત્નીઓ પોતાના પતિ પાસે ગિફ્ટમાં સોના, ચાંદી અથવા તો રૂપિયા માગતી હોય છે. પણ એક યુવાન પાકિસ્તાની લેખિકાએ પોતાના પતિ સામે એવી શરત રાખી કે, જેને જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસ્લામિક કાનૂન અનુસાર ફક્ત દુલ્હનનો જ તેનો હક મહેર પર અધિકાર હોય છે, અને તેને આપવું એ પતિ માટે કાયદાકીય રીતે જવાબદારી હોય છે. આ નિયમ અંતર્ગત પાકિસ્તાની યુવા લેખિકાએ પોતાના પતિ પાસે એક લાખ રૂપિયાના પુસ્તક માગીને સૌ કોઈને અચંબિત કરી મુક્યા હતા.

આ પણ વાંચો…LIC micro bachat policy: LICની આ છે સૌથી સસ્તી પોલીસી જેમાં મળશે સૌથી વધુ નફો- જાણો સંપૂર્ણ વિગત