Narmada BJP Ghanshyam Patel

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે. ઘનશ્યામ પટેલ ની નિમણૂંક.

Ghanshyam Patel, Narmada BJP President

15 વર્ષ બાદ જિલ્લા ભાજપ સંગઠન માં નવા ચહેરા ની એન્ટ્રી.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૯ નવેમ્બર: નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જિલ્લા ના અગ્રણી સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ ની નિમણુંક થતા તેમના સમર્થકો માં ખુશી ની લહેર ફેલાઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ જેની ઘણા સમય થી રાહ જોવાતી હતી તે ભાજપ સંગઠન માં આજેપ્રદેશ. ભાજપ પ્રમુખ સી આર પાટીલે વિવિધ જિલ્લા પ્રમુખો ની નિમણૂંક કરતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સહકારી આગેવાન ઘનશ્યામ. પટેલ ની નિમણૂંક કરી સૌને ચોંકાવી દીધા છે છેલ્લા ઘણા સમયથી કોની નિમણૂંક થાય છે તેની રાહ જોવાતી હતી જોકે લોકડાઉન ને કારણે. વિલંબ થયો ત્યાર. બાદ પ્રદેશ ભાજપ ની ધુરા સી આર ને સોંપતા હહવેનિમણૂંક થશે તેમ મનાતું ત્યારે પેટા ચૂંટણી આવી અને વિલંબ વધ્યો અંતે પરિણામો ની પૂર્વ. સંધ્યા એ નિમણૂંક થતા નર્મદા જિલ્લા માં પંદર વર્ષ બાદ સંગઠન માં નવા ચહેરા ની એન્ટ્રી થઇ છે

whatsapp banner 1

આ અગાઉ. બે આગેવાનો. અરસપરસ ભાજપ નું સુકાન સંભળાતા હતા ત્યારે હવે ઘનશ્યામ પટેલ ના શિરે જવાબદારી આવી છે. નર્મદા જિલ્લા માં પંચાયતો. અને ધારાસભા. વિપક્ષ ના હાથ માં છે ત્યારે. ભાજપ ના પાયા ના કાર્યકર અને તાલુકા કક્ષા એ થી સંગઠન માં કામ કરતા ઘનશ્યામ પટેલ વરસો થી નર્મદા સુગર. અને દુધધારા ડેરી ના ચેરમેન તરીકે. કાર્યરત છે ઉપરાંત વડોદરાની. ગંધારા સુગર ની જવાબદારી વચ્ચે. ઘનશ્યામ. પટેલે ભાજપ ને આવનારી. પંચાયતો ની તેમજ વિધાનસભા ની ચૂંટણીઓ માં પક્ષ ને વિજય અપાવા ની કપરી કામગીરી. કેવી રીતે પાર પાડે છે. તે આવનાર સમય કહેશે.