JMC BJP

જામનગર શહેર ભાજપ પ્રમુખપદે ડો. વિમલભાઈ કગથરા અને જિલ્લા ભાજપ પ્રમુખપદે રમેશભાઈ મુંગરા ની વરણી…

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૯ નવેમ્બર: રાજ્યના અન્ય જિલ્લા અને શહેરોની માફક જામનગર જિલ્લા અને શહેર ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરાયેલી વરણીમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. વિમલભાઈ કગથરા જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પદે રમેશભાઈ મુંગરા ની જાહેરાત કરાઇ છે,

Jamnagar BJP President

શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ જામનગર ની જાહેરાત થતાં જામનગરના ભાજપ કાર્યાલય ઉપર શુભેચ્છકો અને પાર્ટીના આગેવાનો દ્વારા બંને પ્રમુખો ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ પરસ્પર મોં મીઠું કરાવી તેઓનું ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું

whatsapp banner 1