Poonam Madam Diwali 2

સાંસદ પૂનમબેન માડમ દ્વારા કામધેનુ દિપાવલી અભિયાન ને સમર્થન આપી લોકોને જોડાવા અપીલ કરાઈ…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના વોકલ ફોર લોકલ અભિયાનને અનુરૂપ કાર્ય માટે કામધેનુ આયોગ દ્વારા દિવડા ત્યાર કરાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૯ નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મેઇક ઇન ઇન્ડીયા ને પ્રાધાન્ય આપવા લોકલ ફોર વોકલ નુ આહવાન કર્યુ છે જેના આદર સ્વરૂપે જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમએ દ્વારા તેમજ તેઓના જુદા જુદા પ્રવાસ તેમજ મુલાકાતો દરમ્યાન તેમજ કાર્યક્રમો વખતે સ્થાનિક ઉત્પાદન ને અપનાવવા અનુરોધ કર્યો છે કે દિવાળી તહેવારની નાનામા નાની હેન્ડીક્રાફ્ટ ની સુશોભન ની કે ઘર ઓફીસ ની ચીજવસ્તુઓ આપણા સ્થાનિક કલા કસબી અને શ્રમિકો તેમજ કારીગરો-કલાકૃતિ બનાવનારો તેમજ માટી-કપડા-શણ-ડાળી-પાંદડા વગેરેમાંથી સુંદર સર્જન કરવા જહેમત ઉઠાવનાર બહેનો- ભાઇઓ- બાળકો- વડીલોએ જે વિવિધ ચીજ વસ્તુઓ બનાવી છે તેનો પ્રચાર થાય તેની ખરીદી થાય તે આવકાર્ય છે તેવો નમ્ર અનુરોધ કર્યો છે આ તકે તેઓએ અમુક સ્થળોએ બનેલી વેસ્ટ માંથી બેસ્ટ ચીજ વસ્તુઓ માટેની જહેમત પણ ખૂબજ સરાહનીય ગણાવી છે

Poonam Madam Kamdhenu Dipawali

તેમજ પ્રધાનમંત્રીના સંસ્કૃતિ જતન અને પરંપરા જતન ના આહવાન સાંસદ પૂનમબેન માડમએ રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ તેમજ ઉત્પાદનો વિશે જાણકારી મેળવીને આયોગની જહેમત બિરદાવવા લાયક ગણાવી છે

સનાતન સંસ્કૃતિમાં ગાયમાતાને “કામધેનુ” તરીકે વિશિષ્ટતા આપી છે તેને સાકાર કરવાના ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા પરંપરાનુ જતન કરવાના ભગીરથ પ્રયાસ સ્વરૂપે ગાયના ગોબરમાંથી બનેલા ૩૩ કરોડ દિવા, ” કામધેનુ દિપાવલી અભિયાન” ના ભાગરૂપે આ તહેવારોમાં પ્રગટે તેવીજહેમત ઉઠાવાઇ છે જે અંગેની માહિતીઓ રૂબરૂ મુલાકાત મા મેળવી ને સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ જહેમત બદલ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા ને બિરદાવ્યા હતા તેમજ આ દીવડા પ્રગટાવવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ ગાય માતાના મહત્વને આપણે સૌ સાથે મળી વધુ ને વધુ ઉજાગર કરતા જ રહીએ તેવુ આહવાન કર્યુ છે

whatsapp banner 1

આ ઉપરાંત આ તકે વિશેષ મા સાંસદ પૂનમબેન માડમ એ જણાવ્યુ હતું કે સ્થાનિક નાના કારીગરો દ્વારા નાના પાયે થયેલી રચનાત્મક જહેમતને પ્રોત્સાહન અપાય તો તે તમામ પરિવારોની દિવાળી ખરેખર રોશનીમય બની શકે છે માટે તેઓના જીવનમા ખુશી અજવાળુ લાવવા લોકલ ફોર વોકલ નો ફરીથી સાંસદ શ્રી પૂનમબેન માડમએ અનુરોધ કર્યો છે જેમાં ગાયના ગોબરમાંથી બનેલા દીવડા પ્રગટાવવાથી સંતોષનો અનુભવ થાય તે સ્વાભાવિક છે

સાથે સાથે વોકલ ફોર લોકલ ને પ્રધાન્ય આપવા પર વધુ ભાર મુક્યો છે કેમકે તેનાથી સ્થાનિક વેચાણ વધતા સૌ કસબીઓનો ઉત્સાહ વધશે રાષ્ટ્રના અર્થતંત્રને ગતિશીલ બનાવી રાષ્ટ્રની સેવા કરી ગણાશે તેમજ પરંપરાના જતન નો સંસ્કૃતિના આદરનો પણ અનુભવ થશે