Dharmendra sinh jadeja JMC 3

જામનગર વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

Dharmendra sinh jadeja JMC 3

વોર્ડ નં. ૧૫માં અંદાજીત રૂ.૨૨.૪૧ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૨ ડિસેમ્બર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫માં ગોકુલનગર વિસ્તારમાં ધીરુભાઈ ઉકાભાઇના ઘરથી દશામાંના મંદિર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ ૩.૬૫ લાખ, દિનેશભાઈ મુંજપરાના ઘર પાસેથી ચામુંડા માતાજીના મંદિર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૨.૩૧ લાખ,ચામુંડા માતાજીના મંદિરથી આદેશ હનુમાનજી મંદિર સુધી સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૨.૯૮ લાખ,ચનાભાઈ હરસોડાના ઘરથી ગોપાલભાઈ કોળીના ઘર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ ૩.૧૫ લાખ,

whatsapp banner 1

ગોપાલભાઈના ઘરેથી કાનાભાઈના ઘર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૫.૧૨ લાખ, મારુતિનગર, શેરી નં. ૨ બંધ શેરી માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૨ લાખ, વાછરાડાડા મંદિરથી મથુરાનગર મેઇન રોડના છેડાથી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૩.૨ લાખ મળી કુલ અંદાજીત રૂ.૨૨.૪૧ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

Dharmendra sinh jadeja JMC

આ તકે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.